WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Sunday, December 16, 2018

*જસદણ પેટા ચૂંટણી: કૉંગ્રેસ મહિલા પ્રદેશ ઉપાધ્યક્ષની કારમાંથી મળી આવી એરગન* 


*જસદણ પેટા ચૂંટણી: કૉંગ્રેસ મહિલા પ્રદેશ ઉપાધ્યક્ષની કારમાંથી મળી આવી એરગન*

 *પેરામિલેટ્રી ફૉર્સને તૈનાત કરવામાં આવી*
જસદણ પેટા ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે ચૂંટણીને ધ્યાને રાખીને રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. બે દિવસ પહેલાથી જ પેરામિલેટ્રી ફૉર્સને તૈનાત કરી દેવામાં આવી છે. ચૂંટણીને ધ્યાને રાખીને વાહનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેથી ચૂંટણી દરમિયાન પૈસા અને દારૂની હેરફેર રોકી શકાય. પેરામિલેટ્રી ફૉર્સ સાથે આ ચેકિંગ શરૂ કવામાં આવ્યું છે. ચેકિંગ દરમિયાન કૉંગ્રેસનાં મહિલા પ્રદેશ ઉપાધ્યક્ષ ગીતા પટેલની કારમાંથી એરગન મળી આવી છે. ઉપાધ્યક્ષની કારમાંથી એરગન મળી આવતા રાજકારણ ગરમાયું છે.
 *જાહેરનામાનો ભંગ*
તો બીજી તરફ જાહેરનામાનાં ભંગને લઇને ગીતા પટેલને પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યા હતા. ગીતા બેનને પોલીસ સ્ટેશને લઇ જઇને તેમનું નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ચૂંટણી દરમિયાન કોઇપરણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ હતુ અને પોલીસ તેમજ પેરામિલેટ્રી ફૉર્સ દ્વારા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ.
 *વાડીમાંથી પક્ષીઓ ઉડાડવા રાખી હતી એરગન!*
આ દરમિયાન કૉંગ્રેસ મહિલા ઉપાધ્યક્ષની કારમાંથી એરગન મળી હતી. તેમની ગાડીની ડેકીમાં તૂટેલી હાલતમાં એરગન મળી આવી છે. પોલીસે પૂછપરછ કરતા ગીતેબેને જણાવ્યું કે, “વાડીએ પક્ષીઓને દૂર કરવા માટે એરગન રાખવામાં આવી હતી.” જો કે જાહેરનામાનાં ભંગ બદલ ગીતા પટેલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે છે.

                          *🖊 અરૂણોદય ન્યૂઝ🖊*

No comments:

Post a Comment

Total Pageviews