સુઇગામ: આંતરરાષ્ટ્રીય બોર્ડર સહિત વાવ વિસ્તારમાં હાઇએલ
પુલવામાના આંતકી હુમલા પછી ભારતીય વાયુ સેનાએ મંગળવારે પાકીસ્તાનમાં ઘુસીને ત્યાં આંતકીવાદીઓના કેમ્પ પર હુમલો કર્યો હતો. જેનાથી ભારતભરમાં ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ પોતાની હરકતોથી બાજ ના આવતા પાકીસ્તાન વિમાનોએ બુધવારે ભારતમાં ઘુસવાની નિષ્ફળ કોશિષ કરી હતી. જોકે ભારતીય સેનાની જવાબી કાર્યવાહીથી પાકીસ્તાની વિમાન પરત ફર્યા હતા. જેના કારણે જમ્મુ કાશ્મીરના ૪ એરપોર્ટ હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા છે. ગુજરાતમાં પણ આંતરરાષ્ટ્રીય બોર્ડર સુઇગામ સહિત વાવ અને પાકીસ્તાની સરહદ સાથે જોડાયેલા તમામ વિસ્તારોને અત્યારે હાઇએલર્ટ જાહેર કરાયા છે. ભારતીય સેના હાલ આ તમામ વિસ્તારો પર ચાંપતી નજર રાખી રહી છે. મહત્વનું છે કે, સુરક્ષાના ભાગરૂપે નડાબેટ ખાતે ટુરિઝમ અને ઝીરો પોઇન્ટની રસ્તાની કામગીરી પણ અટકાવી દઇ સીમાદર્શન પણ બંધ કરી દેવાઇ છે. સાથે આ વિસ્તારમાં કામ કરતા મજુરોને સરહદિ વિસ્તારમાંથી હટાવી દેવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે.અહેવાલ સોયબ બેલીમ અરૂણોદય ન્યૂઝ
આપની સમસ્યાઓ, રાજકીય ગતિવિધિઓ, ઐતિહાસિક વિરાસતો તેમજ લોક વાચાઓ અખબારો કે ટીવી માધ્યમો દ્વારા પ્રકાશિત થતી રહે છે ત્યારે વર્તમાન સમયમાં સોશિઅલ માધ્યમની ભૂમિકા પણ મહત્વનું ઉત્તરદાયિત્વ નિભાવવા સક્ષમ બની છે. ભૌગોલિક તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહેલા ભારતમાં પણ ઝડપી, સચોટ તેમજ સત્યતા સભર સોશિઅલ માધ્યમની મહત્વતાને ધ્યાને લઇ ને www. arunodaynews.tk માધ્યમથી ગુજરાત તેમજ ગુજરાત બહાર વસતા વાચકો માટે આ પ્રયાસ છે. સમાચાર માધ્યમ સાથે સંકળાયેલા અનુભવી લોકોના સહકારથી આ website આપ સૌ વાચકો માટે સતત કાર્યશીલ રહી હરીફાઈ ના આ દોર માં બારીકાઇ ને મંત્ર બનાવી અમારી ટીમ સત્ય અને સચોટ સમાચારો આપ સુધી પહોંચાડશે અમારો ધ્યેય કોઈ સાથે હરીફાઈ કરવાનો નથી પરંતુ વર્તમાન ગતિવિધિઓની સાથે સાથે ખૂટતી અને ધ્યાને ન આવતી ખબરો વાચકો સુધી પહોંચાડવાનો છે આપ સૌ વાચકો પણ અમારા સહયોગી બની શકો છો આપના તરફના સૂચનો આવકાર્ય રહેશે આપની આસપાસ બનતી ઘટનાઓ, સમસ્યાઓ , સામાજિક કે ધાર્મિક ગતિવિધિઓ ને લગતા સમાચારો ને વાચા આપવા અમે કટિબદ્ધ રહીશું. પ્રેસનોટ, આમંત્રણ, સમાચારો , તસવીરો, વિડિયો ક્લિપ મોકલવા મેઈલ કરો
No comments:
Post a Comment