WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Thursday, October 17, 2019

ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૧૯ રાજ્યની છ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી સંદર્ભે મતદાન અંગે સર્વેક્ષણ (Exit Poll)/અનુમાનો (Opinion Poll) પર પ્રતિબંધ


ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૧૯
રાજ્યની છ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી સંદર્ભે
મતદાન અંગે સર્વેક્ષણ (Exit Poll)/અનુમાનો (Opinion Poll) પર પ્રતિબંધ
..........................
૨૧ ઓક્ટોબર સવારના ૦૭-૦૦ થી સાંજના ૬-૩૦ દરમિયાન મતદાન અંગે સર્વેક્ષણ તથા ચૂંટણી સર્વેક્ષણ સહિતની કોઇપણ ચૂંટણી સંબંધી માહિતી પ્રસારિત કરી શકાશે નહિ
..........................
ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં ખાલી પડેલ છ વિધાનસભાની પેટા ચૂંટણી ૨૧મી ઓક્ટોબરે યોજાનાર છે જે સંદર્ભે મતદાન અંગેના સર્વેક્ષણ (Exit Poll) કરવા અને સર્વેક્ષણના પરિણામો પ્રસિદ્ધ કરવા માટે પ્રતિબંધ ફરમાવ્યો છે એમ રાજ્યના સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારીની યાદીમાં જણાવાયું છે.
રાજયમાં ૦૬ થરાદ, ૧૬-રાધનપુર, ૨૦-ખેરાલુ, ૩૨-બાયડ, ૫૦-અમરાઇવાડી તથા ૧૨૨-લુણાવાડા વિધાનસભાની પેટા ચૂંટણીઓ માટે ૨૧મી ઓક્ટોબરે મતદાન થનાર છે. આ સંદર્ભે તા.૨૧/૧૦/૧૯ને સોમવારના રોજ સવારના ૦૭-૦૦ વાગ્યાથી સાંજના ૦૬-૩૦ વાગ્યા દરમિયાન નક્કી કરતું મતદાન તથા મતદાન પૂરુ થવાના કલાક સાથે પૂરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમિયાન મતદાન અંગે સર્વેક્ષણ (Exit Poll) કરવા અને મતદાન અંગેના અનુમાનો (Opinion Poll)) કે ચૂંટણી સંબંધી સામગ્રી કોઇપણ ઇલેકટ્રોનીક માધ્યમ પરથી પ્રસારિત કરવા પર લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ હેઠળ પ્રતિબંધ ફરમાવાયો છે એમ વધુમાં જણાવાયું છે.
દિલીપ ગજ્જર/માનવાલા

No comments:

Post a Comment

Total Pageviews