વિશ્વગુરુ મહામંડલેશ્વર પરમહંસ સ્વામી શ્રી ૧૦૦૮ શંકરાચાર્ય મહેશ્વરાનંદજી સંચાલિત આદિ અનાદિ મહર્ષિ ગર્ગાચાર્ય પીઠ ટ્રસ્ટ આયોજિત અમદાવાદ ખાતે રાશન કીટ વિતરણ ------------------------------------નોવેલ કોરોના (કોવિડ19) વાયરસ ના કારણે સમગ્ર ભારતમાં લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે કોવિડ-૧૯ થી પ્રભાવિત ભારતના જુદા જુદા રાજ્યોમાં જરૂરિયાતમંદોને દરરોજ બે ટંક ભોજન મળી રહે તે માટેના ભગીરથ પ્રયાસ વિશ્વગુરુ, યોગ ગુરુ મહામંડલેશ્વર પરમહંસ સ્વામી શ્રી શ્રી ૧૦૦૮ શંકરાચાર્ય મહેશ્વરાનંદજી ૐ આશ્રમ જાડન (પાલી,રાજસ્થાન ) થી રાહત સામગ્રી પુરી કરી રહ્યા છે ,ત્યારે ગુજરાતમાં પણ વિશ્વગુરુ તરફથી બે મહિના સુધી મદદ મળતી રહેશે તેવી તૈયારી બતાવી છે આ અભિયાનના ભાગ રૂપે ગુજરાત રાજ્ય માં જરૂરિયાતમંદ પરિવારો માટે પ્રથમ તબક્કા માં ૧૫૦૦ કીટ પૈકીની ધન રાશિ ફાળવેલ છે અને આ અભિયાન ને ગુજરાતમાં સફળ બનાવવા માટે આદિ અનાદિ મહાઋષિ ગર્ગાચાર્ય પીઠ ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી પ્રવીણ પંડ્યા (પૂર્વ ચેરમેન, અંત્યોદય વિકાસ નિગમ ગુજરાત રાજય) , ટ્રસ્ટી શ્રી. ડો. મનોજ શાસ્ત્રી અને શ્રી એ.કે. પંડ્યા (આઇપીએસ ) સહિત સમગ્ર ટિમ છેલ્લા દસ દિવસથી ખડે પગે મહેનત કરી એક મહિનો ચાલે તેવી રાશનની કીટ તૈયાર કરી સેવા બજાવી રહ્યાં છે.આ કીટ માં ઘઉં નો લોટ -દાળ-ચોખા-તેલ-ખાંડ-મરચું-હળદર-મીઠું જેવી સામગ્રી કીટમાં મુકવામાં આવેલી છે જે પૈકી એક કીટ નું વજન ૨૦કિલોગ્રામ જેટલું છે .ગુજરાત ના અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી અને લોક ડાઉનને કારણે રોજ-બરોજનું પેટિયું રળતા ગરીબ પરિવારો ભૂખ્યાના રહે અને તેમના પેટનો ખાડો પુરાય તે માટે શક્ય તમામ મદદ કરવા સ્વામી શ્રી મહેશ્વરાનંદ અને આદિ અનાદિ ગર્ગાચાર્ય પીઠ ટ્રસ્ટ ખડે પગે સેવા પુરી પાડી પોતાનો સહયોગ રાષ્ટ્રની ગંભીર પરિસ્થિતિમાં બજાવી રહેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે આદિ અનાદિ ગર્ગાચાર્ય પીઠ ટ્રસ્ટ તરફ થી જીવન જરૂરિયાત ની સામગ્રી પહોંચાડવા સહભાગી બન્યું છે અને આ રીતે આ મહા મારી મા જરૂરતમંદ પરિવારો પ્રત્યે સંવેદના રાખી સહભાગી થઈ છે આ પ્રસંગે વિશ્વ ગુરુ ના આશીર્વાદ લઈ અમદાવાદ જિલ્લાના એડિશનલ કલેક્ટર શ્રી એચ એમ વોરા , ડેપ્યુટી કલેક્ટર શ્રી પી એલ જનકાંત, ઘાટલોડિયા વિધાનસભા ધારાસભ્ય શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ , તથા નારણપુરા પોલીસ સ્ટેશન પી આઈ શ્રી પટેલ સાહેબ સહિત મહાનુભાવો હાજર રહી રાહત સામગ્રી કીટ જરૂરતમંદ પરિવારો ને આપી ને શુભારંભ કરાવેલ અને જરૂરિયાત મંદ પરિવારો સુધી પહોંચાડવા માં આવેલ. જ્યારે આદિ અનાદિ મહર્ષિ ગર્ગાચાર્ય પીઠ ના ટ્રસ્ટી શ્રી પ્રવીણ પંડ્યા એ જણાવ્યું હતું કે આજે સમગ્ર વિશ્વ ને કોરોના મહામારી એ ભરડા માં લીધું છે ત્યારે આપણો ભારત દેશ પણ કોરોના થી મુક્ત નથી નોવેલ કોરોના વાયરસ ને કારણે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી ધ્વરા લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે આ વાયરસ ને લઈ ને પેદા થયેલી પરિસ્થિતિ માં જરૂરિયાત મંદ પરિવારો ને મદદરૂપ થવા પરમ પૂજ્ય વિશ્વ ગુરુ મહેશ્વરાનંદ સ્વામી ના આદેશ મુજબ ગુજરાતમાં પણ વિશ્વ ગુરુ તરફ થી બે મહિના સુધી કોરોના મહામારી માં રાહત સામગ્રી મદદ મળતી રહેશે ગુજરાત ના અસરગ્રસ્ત જિલ્લા ઓ માં તમામ મદદ માટે આદિ અનાદિ ગર્ગાચાર્ય પીઠ ટ્રસ્ટ ખડે પગે રહી સેવાઓ પુરી પાડવા રાષ્ટ્ર હિત માટે સંપૂર્ણ સહકાર રહેશે , શ્રી પ્રવીણ પંડ્યા એ વધુ માં જણાવ્યું હતું કે કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે ભારત માં પણ કોરોના વાયરસ નો ચેપ લાગ્યો હોય તેવા દર્દીઓની સંખ્યામાં વઘારો થઈ રહ્યો છે અને સાથે સાથે મૃત્યુ આંક પણ વધી રહ્યો છે , અત્યારે દુનિયા ભર માં કોરોના વાયરસ ની ચર્ચા ચાલી રહી છે અને તેની રસી પણ શોધવા સમગ્ર વિશ્વ મહેનત કરી રહ્યું છે આપણો ભારત દેશ વિશ્વ ગુરુ બનવા તરફ જઈ રહ્યો છે આપણને જરૂર સફળતા મળશે ત્યારે આ કોરોના ના ચેપ થી બચવા માટે શું કરવું તે સૌથી મહત્વ નું છે કોરોના વાયરસ ભેદી છે અને તેનો કોઈ ઇલાજ હજુ શોધાયો નથી ત્યારે આવા સંજોગોમાં સાવચેતી જ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે કોરોના વાયરસ થી લડવા પ્રધાનમંત્રી મોદી એ મહામારી સામે લડવા સાથ માગ્યો છે તેમાં દેશ વાસી ઓ નો સહકાર બહુ જરૂરી છે જેમાં વડીલો નું ધ્યાન રાખવું , કોરોના સંક્રમણ થી વડીલો ને બચાવવા, સોસીયલ ડિસ્ટન્સ નું પાલન ફરજિયાત માસ્ક પહેરવા , ઘરે બનાવેલા માસ્ક પણ પહેરવા આમ સોસીયલ ડિસ્ટન્સ (સામાજિક અંતર ) અને માસ્ક ના ઉપયોગ થી જરૂર થી કોરોના સામે આપણે રક્ષણ મેળવી શકીશું , ભારત સરકારના આયુષ મંત્રાલય ના નિર્દેશો નું પાલન કરવા સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારવા કાવો ઉકાળો ગરમ પાણી પીવા થી રોગ પ્રતિકારક શક્તિ વધે છે કોરોના સામે રક્ષણ મળે છે વ્યવસાય ઉધોગ માં કામદારો સાથે સંવેદના રાખી મહામારી માં હુંફ આપવા ની વાત સાથે ડોક્ટર , નર્સ , સફાઈ કર્મી , પોલીસ, જેવા કોરોના યોધ્ધા ઓ ને સન્માન આપવા ની સાથે વધુ માં જણાવેલ કે આજે તમામ લોકો મોબાઈલ નો ઉપયોગ કરે છે ત્યારે ભારત સરકાર ધ્વરા બનાવામાં આવેલ આરોગ્ય સેતુ એપ દરેક ના મોબાઈલ માં
ડાઉનલોડ કરવી અને બીજા ને પણ ડાઉનલોડ કરવા પ્રેરીત કરવા અને આરોગ્ય સેતુ એપ કોરોના વાયરસ સામે ની લડાઈમાં મહત્વ ની એપ હોઈ , અને લોકો વધુમાં વધુ આ એપ નો ઉપયોગ કરે તે માટે અપીલ કરેલ. અને ભારત સરકાર ની ગાઇડ લાઈન નું પાલન કરવા ની સાથે કોરોના મહામારી સામે ની લડાઈમાં ઘરમાં જ રહી દેશ સેવા કરવા લોક ડાઉન નું પાલન કરવા જણાવેલ .
આ અભિયાન ને સફળ બનાવવા આદિ અનાદિ ગર્ગાચાર્ય પીઠ ટ્રસ્ટ ના ગુજરાત ના તમામ સભ્યો નો આભાર વ્યક્ત કરેલ








No comments:
Post a Comment