યાત્રાધામ અંબાજી ખાતે એકતા કપૂર નું પૂતળાનું દહન કરવામાં આવ્યું.
બોલિવૂડની ડિરેક્ટર એકતા કપૂરે હાલમાં બનાવેલી વેબ સીરીઝ કે જેની અંદર આર્મીની ઉપર કીચડ ઉડાડવામાં આવી રહ્યું છે તેને લઈને હાલમાં રોષ ભભૂકી ઊઠયો છે ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે એક્સ આર્મી મેન સંદીપસિંહ રાજપૂત દ્વારા અંબાજી સર્કલ પર એકતા કપૂર નું પુતળું બનાવી અને ચંપલ મારી અને મોઢા પર કાળી શાહી ફેંકી અને પૂતળા નું દહન કર્યું હતું અને રોષ ઠાલવ્યો હતો યાત્રાધામ અંબાજી ખાતે બપોરના સુમારે સંદીપ સિંહ રાજપૂત એક્સ આર્મીમેન અને આર્મીમાં જવાની તૈયારી કરતા નવ જવાનો દ્વારા આર્મી વિરુદ્ધ પ્રોડ્યુસ કરાયેલી વેબ સિરીઝ બાબતે એકતા કપૂર ના સામે રોષ ફાટી નીકળ્યો હતો. અને આ રોષ ને લઈને અંબાજીના એક્સ આર્મી મેન સંદીપ સિંહ રાજપૂત અને આર્મી માં જવાની તૈયારી કરતા અંબાજી નાં યુવાઓ દ્વારા એકતા કપૂર નું પુતળું બનાવી એકતા કપૂર હાય હાય ના નારા લગાવી અને એકતા કપૂરના પૂતળા ને સળગાવી અને રોષ ઠાલવ્યો હતો અને એકતા કપૂર ની આ વેબ સીરીઝ સરકાર તાત્કાલિક બંધ કરે અને એકતા કપૂર આર્મી જોડે માફી માંગે અને સરકાર તત્કાળથી એકતા કપૂર પર કાયદેસર ની કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી....
એક્સ આર્મી મેન અને કરણી સેના અધ્યક્ષે પણ રોષ ઠાલવ્યો .
એક્સ આર્મી મેન અને કરણી સેના અંબાજી શહેર અધ્યક્ષ સંદીપ સિંહ રાજપૂતે પણ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી હતી અને તેમને જણાવ્યું હતું કે એકતા કપૂરે આપણી દેશની આર્મી ઉપર ના શોબે તેવી વેબ સીરીઝ બનાવી છે જે આર્મી આપણા દેશની રક્ષા કરી રહી છે તેમના ઉપર કીચડ ઉછાળવું એક દેશવિરોધી કૃત્ય જ છે ત્યારે સરકારે આ દેશ વિરોધી કૃત્ય કરનાર એકતા કપૂર પર ઘટતા પગલાં ભરી અને કાયદેસરની કાર્યવાહી કરે અને તેની વેબ સીરીઝ ને તાત્કાલિક ધોરણે બંધ કરીને એકતા કપૂર આર્મી પાસે માફી માંગે ..સંદીપ સિંહ રાજપૂત
સમાજ સેવક અને લઘુમતી મોરચા ના મહામંત્રી એ પણ ઘટનાને વખોડી.
સમાજ સેવક અને યુવા નેતા લઘુમતી મોરચાના અંબાજી શહેરમાં મહામંત્રી વસીમ એમણે પણ આ ઘટનાને વખોડી હતી અને તેમને જણાવ્યું હતું કે આર્મી ઉપર કીચડ ઉછાળવુ એ આપણા દેશ ઉપર કીચડ ઉછાડયું હોય તેવું છે ત્યારે આ દેશ વિરોધી કૃત્યો કરનારા ઉપર સરકારે સખત પગલાં લેવા જોઈએ.વસીમ મેમણ
આર્મી ની તૈયારી કરતા અંબાજીના યુવાઓએ પણ રોષ ઠાલવ્યો
અંબાજી ખાતે આર્મીમાં જવાની તૈયારી કરતા અને અંબાજીના યુવાઓ કે જેમને પોતાના દેશ પ્રત્યેની લાગણી છે અને જે આર્મીમાં જવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે તેમણે પણ રોષ ઠાલવ્યો હતો કે આવી ઘટિયા વેબ સીરીઝ થી અમારો મનોબળ તુટે છે વેબ સીરીઝ ને સરકારે ન બનવા દેવી જોઈએ અને કાયદેસર રીતે આના ઉપર પગલા લેવા જોઈએ ,યોગેશ લખવારા ,હાર્દિક,રાજવીર, મુકેશ,સહિત નાં યુવાઓ
અખંડ રાષ્ટ્ર નિર્માણ સંગઠનના જિલ્લા સંગઠન મહામંત્રી અને અંબાજીના યુવા નેતા એ પણ આ ઘટનાને વખોડી .
અંબાજી ખાતે યુવા નેતા ની છાપ ધરાવતા અને અખંડ રાષ્ટ્રીય નિર્માણ યુવા સંગઠનના જિલ્લા સંગઠન મહામંત્રી રિતિક સરગરા નું કહેવું છે કે જે આર્મી પોતાના ઘર પરિવારની ચિંતા કર્યા વગર દેશની રક્ષા માટે ખડેપગે તહેનાત હોય છે તેમના પર આવી વેબ સીરીઝ બનાવી તે યોગ્ય નથી અને સરકારે તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને ફરીવાર કોઈ આર્મી ઉપર કોઈ આવી ઘટિયા વેબ સીરીઝ ન બનાવે .






No comments:
Post a Comment