WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Monday, December 20, 2021

રાજ્યની 8,684 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન સંપન્ન* *આ ચૂંટણીનું પરિણામ 21 ડિસેમ્બરના રોજ જાહેર .

 


*આજ રોજ રાજ્યની 8,684 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન સંપન્ન*  


*આ ચૂંટણીનું પરિણામ 21 ડિસેમ્બરના રોજ આવશે*   


રાજ્યમાં કોવિડ ગાઇડ લાઇનના પાલન તેમજ સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે ગ્રામ પંચાયતની ચૂંટણી સંપન્ન થઈ હતી. ચૂંટણીમાં કુલ 27, 200 ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું અને ચૂંટણી માટે કુલ 1 કરોડ 82 લાખ 15 હજાર 013 મતદારો મત્તાધિકારનો ઉપયોગ કર્યો હતો. જે પૈકી 93 લાખ 69 હજાર 202 પુરુષ મતદાર છે, જ્યારે 88 લાખ 45 હજાર 811 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. હાડ ધ્રૂજાવતી છંડી હોવા છતાં મોટા ભાગના મતદારોએ વહેલી સવારથી જ મત આપવા માટે લાઇન લગાવી હતી. તો અમરેલી જિલ્લાના મોરઝર ગામનાં 112 વર્ષનાં મેઘજીભાઈ સહિતના ઘણા વયોવૃદ્ધ મતદારોએ મતદાન કરીને અન્ય માટે પ્રેરણારૂપ બન્યા હતા. 


આ ચૂંટણીમાં 8,664 ગ્રામ પંચાયતોમાં કુલ 51 હજાર 747 પોલીસ જવાનો સુરક્ષા બંદોબસ્તમાં ગોઠવાયા હતા. તો મતદાન પ્રક્રિયા માટે 2,546 ચૂંટણી અધિકારીઓ, 2,827 મદદનીશ ચૂંટણી અધિકારીઓ અને 1 લાખ 37 હજાર 466 કર્મચારીઓનો પોલીંગ સ્ટાફ પણ ફરજમાં જોડાયો હતો.  


ગ્રામ્ય વિકાસ દ્વારા જ સમગ્ર દેશનો વિકાસ થઇ શકે એટલે કે દેશની સમૃદ્ધિના પાયામાં ગ્રામ્ય વિકાસ ખૂબ  અગત્યનો છે. આજ રોજ યોજાયેલી ચૂંટણીના પરિણામો માટે હવે આ ઉમેદવારો અને જનતા એટલી જ આતુર છે જેટલી ત્વરાથી આજે તેમણે મતદાન નોંધાવ્યું છે. ત્યારે હવે, 21 ડિસેમ્બરે ચૂંટણી પરિણામ જાહેર થતાં જ આ આતુરતાનો અંત આવશે.


દરેક ગામમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ અધિકારીઓ પોલીસ જવાનો અને હોમગાર્ડ સહિતના સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જ્યારે અતિસંવેદનશીલ મતદાન કેન્દ્રો પર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

No comments:

Post a Comment

Total Pageviews