કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે 61મો જન્મદિવસ, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા
અરૂણોદય ન્યૂઝ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે 61મો જન્મદિવસ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવતા કહ્યું કે, "ગૃહમંત્રી અમિત શાહજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ...તેમણે ભારતના આંતરિક સુરક્ષા તંત્રને મજબૂત બનાવવાનું કામ કર્યું છે. હું તેમના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવનની કામના કરું છું." અમિત શાહ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, ગુજરાતના ગૃહમંત્રી અને ભાજપના મહાસચિવ રહી ચૂક્યા છે.







No comments:
Post a Comment