*બીપીએલ કાર્ડધારકો પાસેથી ફ્રી આરટીઆઈ કરવાનો હક્ક છીનતા પરિપત્રનો વિરોધ*
જામનગર તા. ર૪ઃ માહિતી અધિકાર કાયદો (આર.ટી.આઈ. એક્ટ) અંતર્ગત ગરીબ આર્થિક પછાત વર્ગના લોકો પણ કોઈ જાણકારીથી વંચિત રહે તે માટે બી.પી.એલ. રેશનકાર્ડ તથા બી.પી.એલ. કાર્ડધારકોને ફ્રી આર.ટી.આઈ. કરવાનો હક્ક પ્રાપ્ત થયો છે. એટલે કે અરજી કરવાની પ્રક્રિયા પણ તદ્ન નિઃશુલ્ક રાખવામાં આવી છે.
તાજેતરમાં ગુજરાત રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના મુખ્ય સચિવ દ્વારા એક પરિપત્ર બહાર પાડી બી.પી.એલ. કાર્ડધારકો પાસેથી ફ્રી આર.ટી.આઈ.નો હક્ક છીનવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આર.ટી.આઈ. એક્ટ એ કાયદો છે ત્યારે કોઈ પરિપત્ર કાયદામાં પરિવર્તન કરી શકે નહીં ફક્ત સંસદ જ કાયદામાં પરિવર્તન કરી શકે. નગરના જાણીતા આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ ધારાશાસ્ત્રી ગૌતમ ગોહિલે આ વિવાદિત પરિપત્રને માહિતી અધિકાર કાયદાની કલમ ર૭ અને ર૮ ના દૂરઉપયોગ સમાન ગણાવી છે.
રાજ્યના ગરીબ વર્ગને ઈચ્છિત માહિતી વંચિત રાખવાના કથિત ષડ્યંત્રરૃપે બહાર પાડવામાં આવેલ પરિપત્રને રદ્ કરવા માટે રાજ્યભરના એક્ટિવિસ્ટો દ્વારા રાષ્ટ્રપતિ તથા રાજ્યના ગવર્નર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે
🖊 અરૂણોદય ન્યૂઝ🖊

No comments:
Post a Comment