*ચેતી જજો. લટાર મારનારા નમૂનાઓ વિરુદ્ધ બનાસકાંઠા પોલીસ નું સૌથી કડક પગલું . હવે બનાસકાંઠા પોલીસ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા આધુનિક ટેકનોલોજી ડ્રોન નો ઉપયોગ કરી કાયદેસરની કાર્યવાહી કરશે. લોકડાઉનનો ભંગ કરતા ઇસમો સામે કાર્યવાહી માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ*
બનાસકાંઠા માં લોક ડાઉન નો ચુસ્તપણે અમલ થાય તે માટે પોલીસ પ્રયત્ન કરી રહી છે ત્યારે હજુ પણ યુવાનો ધવરા કોઈને કોઈ બહાના બતાવીને બહાર નીકળવા ના કિસ્સા ઓ બની રહ્યા છે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા એ યુવાનો ને ચેતવણી આપતા કહ્યુકે યુવાનો લટાર મારવા બહાર ના નીકળે આવા યુવાનો સામે પોલીસ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરશે તેમના ઉચ્ચ અભ્યાસ સરકારી નોકરી કારકિર્દી જોખમાશે વધુ માં કહેલ કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું ગણી ને પાસપોર્ટ પણ કેન્સલ થઈ શકે છે રાજ્ય ના વડા એ કહ્યું છે કે રાજય ના શહેરો માં નગરો મા ડ્રોન તેમન સીસી ટીવી કેમેરા ના માધ્યમથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે ત્યારે કોરોના વાયરસના કારણે મહામારી થતી અટકાવવા અને કોરોના વાયરસનો ફેલાવો થતો અટકાવવા માટે તા.૨૩/૦૩/૨૦૨૦ નાં રાત્રીનાં ૧૨/૦૦ વાગ્યાથી રાજ્યભરમાં *‘‘લોક ડાઉન’’* જાહેર કરવામાં આવેલ છે જે અનુસંધાને *બનાસકાંઠા પોલીસ અધિક્ષક શ્રી તરૂણ કુમાર દુગ્ગલ સાહેબ* દ્વારા ‘‘લોક ડાઉન’’ નો ચુસ્ત પણે અમલ કરાવવા *નવતર પ્રયોગ* હાથ ધરવામાં આવેલ છે.
બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા *આધુનિક ટે્કનોલોજી* નો ઉપયોગ કરીને જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં *ડ્રોન કેમેરા* ઉડાડી લોક ડાઉનનો ભંગ કરતા *8 ઇસમોને* અંગે માહિતી મેળવી તેમની સામે પાલનપુર મુકામે *જાહેરનામા ભંગ અંગેની કાર્યવાહી* હાથ ધરવામાં આવેલ છે.
આમ, કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના સંક્રમણને રોકવા બનાસકાંઠા જિલ્લા પોલીસ *આધુનિક ટેક્નોલોજી* નો ઉપયોગ કરી લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરાવવા સતત કાર્યશીલ છે.
અહેવાલ ફરીદ ખાન ચૌહાણ





No comments:
Post a Comment