બનાસકાંઠા માટે રાહતના સમાચાર કોરોના પોઝીટીવના
સંપર્કમાં આવેલા લોકોના રિપોર્ટ નેગેટીવ આવ્યા
બાળકના સંપર્કમાં આવેલા પરિવારજનો અને
ચંડીસરના ર્ડાકટરનો રિપોર્ટ પણ નેગેટીવ આવ્યો
(માહિતી બ્યુરો,પાલનપુર)
બનાસકાંઠા જિલ્લામાં નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લા માટે રાહતના સમાચાર છે કે ગઇકાલે જિલ્લામાંથી બે કેસ કોરોના પોઝીટીવ નોંધાયા હતાં તેમના સંપર્કમાં આવેલા લોકોના સેમ્પલ લઇ રિપોર્ટ માટે લેબમાં મોકલવામાં આવ્યા હતાં. તે તમામના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. કોરોના પોઝીટીવ આવનાર વાવ તાલુકાના મીઠાવીચારણ ગામના ૫ વર્ષીય બાળક મહેક અરવિંદભાઇ વડાલીયાના સંપર્કમાં આવેલા ૮ જેટલાં લોકો અને પાલનપુર તાલુકાના ગઠામણ ગામના ૫૫ વર્ષીય સોમાભાઇ ખેમાભાઇ પરમારની સારવાર કરનાર ચંડીસર સી.એચ.સી.ના ર્ડાકટરના ગઇકાલે સેમ્પલ લઇ લેબમાં મોકલવામાં આવ્યા હતા. આ તમામ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. આ બે પોઝીટીવ લોકોના સંપર્કમાં આવેલા અન્ય લોકોના પણ સેમ્પલ લઇ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે જેના રિપોર્ટ આવતીકાલે આવશે તેમ આરોગ્ય કચેરી દ્વારા જણાવાયું છે.






No comments:
Post a Comment