માહી ગામમાં કોરોના વાયરસ સામે લડત. સંપૂર્ણ લોકડાઉન .
વડગામ તાલુકાના માહી ગ્રામ પંચાયત દ્વારા ગામ ના સરપંચ શ્રી ઉપ સરપંચ શ્રી તલાટી શ્રી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની ટિમ અને માહી ગ્રામ પંચાયત ના તમામ સભ્યશ્રીઓ ગામ આગેવાનો અને ગ્રામજનો ના સહકાર થી માહી ગામમાં કોરોના વાયરસ સામે લડત આપવા ગામમાં દવા નો છંટકાવ કરી સેને ટાઇઝ કરવામાં આવ્યું , આજે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે જેના પગલે સમગ્ર ભારતમાં આ વાયરસ થી આપણે જીત મેળવવા અને પ્રધાનમંત્રી ના આદેશ મુજબ સંપૂર્ણ લોક ડાઉન મતલબ આપણે આપણા ઘરમાં રહીને આ મહામારીનો સામનો કરી જીત મેળવવા ની છે દેશ હિત માટે આપણે આપણા ઘરમાં રહી ને ખુદને આપણા પરિવાર ને દેશના નાગરિકો ને બચાવવા ના છે અને એ ત્યારેજ શકય બનશે જયારે આપણે સંપૂર્ણપણે ઘરમાં રહી ને સમર્થન આપવા નું છે
દેશમાં આજે આ મહામારીનો નો અંત લાવવા એક આ જ ઉપાય આપણી પાસે છે આજે આપણે સૌ એ એક સામાજિક અંતર જાળવી ને આ કોરોના ને હરાવવા નો છે ,
આજે સંપૂર્ણ ભારત લોક ડાઉન છે ત્યારે સરકાર શ્રી ના આદેશ મુજબ 21 દીવસ ના લોક ડાઉન નો સંપૂર્ણપણે અમલ થાય તે માટે પંચાયત ધવરા ગ્રામજનો ને આ બાબતે જાગૃત કરવામાં આવ્યા અને દેશમાં આ મહામારીનો ની સામે લડવા માટે ઘરે રહો સુરક્ષિત રહો ના સુત્ર સાથે માહિતગાર કરવામાં આવ્યા .ગામમાં તમામ ગ્રામજનો ને આ કોરોના જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત સરકાર શ્રી ના આરોગ્ય વિભાગ ના MPHW, FHW આરોગ્ય સ્ટાફ અને ગ્રામ પંચાયત ધવરા ટી એચ સી પાવડર નો છંટકાવ કરી ને માહી ગામ ને સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું
અરૂણોદય ન્યૂઝ ફરીદ ખાન ચૌહાણ








No comments:
Post a Comment