વડગામ તાલુકાના મેમદપુર ખાતે સરપંચ તરીકેની સામાન્ય પુરુષની સીટ હોય ઉમેદવારીપત્રો કરાવવાનું ચાલુ થઈ ગયેલ હોવાથી મેમદપુર ગામના યુવાન અને ઉત્સાહી શ્રી પ્રવિણસિંહ પ્રતાપસિંહ રાઠોડ એ સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવી છે પ્રવિણસિંહ પ્રતાપસિંહ રાઠોડ મેમદપુર ગામ ની અંદર એક સેવાભાવી વ્યક્તિ તરીકે ઓળખાય છે
અરૂણોદય ન્યૂઝ.
દરેક સમાજની અંદર સારી એવી લોકચાહના ધરાવે છે તેમનું ઉમેદવારી પત્ર ભરવા માટે દરેક સમાજના વડીલો યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમાં બારોટ સમાજ મેવાડા સમાજ દરબાર સમાજ અને બીજા અન્ય સમાજના યુવાન મિત્રો એમની સાથે રહી વડગામ વડગામ ચૂંટણી અધિકારી સમક્ષ એનો ઉમેદવારીપત્ર ભરવા માટે ગયા હતા
દરેક સમાજના યુવાન મિત્રો વડીલો એમની સાથે હોય પ્રવિણસિંહ ખૂબ જ ઉત્સાહ પૂરો પાડયો હતો .
મેમદપુર ગામ પંચાયત સરપંચ ની સીટ માટે આ પ્રથમ ઉમેદવારીપત્ર ભરાયેલ છે મેમદપુર ગામની સરપંચ ની સીટ સામાન્ય હોય બીજા અન્ય સમાજના યુવાન મિત્રો મેમદપુર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે સરપંચ બનવાના સપનાં સેવી રહ્યા હોય સરપંચના ઉમેદવારીપત્ર નોંધાવવા માટે પણ થનગની રહ્યા છે ત્યારે સૌ ગ્રામજનો સાથે મળીને ગામ ના સર્વાંગી વિકાસ માટે યુવાન સેવા ભાવી ઉત્સાહી ઉમેદવાર ને તક આપે.
હવે એ જોવાનું રહ્યું કે આ સામાન્ય સીટ ઉપર મેમદપુર સરપંચ માટે કેટલા નવા ઉમેદવારીપત્રો ભરાય છે




No comments:
Post a Comment