અરૂણોદય ન્યૂઝ
પાટણના પોલીસ અધિકારીને તાત્કાલિક કરાયા સસ્પેન્ડ, ગુજરાતમાં છાસવારે દારૂ પકડવામાં આવે છે. ગુજરાતમાં દારૂ બંધી છે. છતાંય બુટલેગરો અવનવા રસ્તા અપનાવી ગુજરાતમાં દારૂ ઠાલવે છે. તાજેતરમાં 31 ડિસેમ્બર હોવાથી ગુજરાત પોલીસે લાખો રૂપિયાનો દારૂ પકડી પાડ્યો છે. અને કેટલાય બુટલેગરોને જેલ હવાલે કર્યા છે. પણ પાટણમાં તો ખુદ પોલીસ જ દારૂના ગુનામાં ગુનેગાર સાબિત થઇ છે. જેમાં એક પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. પાટણ એ ડિવિઝનના PI જે.બી. અસોડિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગાંધીનગરમાં સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડો પાડી 54 હજારનો દારૂ ઝડપી પાડ્યો હતો. જેમાં પકડાતા પીઆઇ સામે કડક પગલા લેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, બે દિવસ પહેલા પીઆઇની બદલી કરવામાં આવી હતી, તેમ છત્તા તેમણે ચાર્જ નહોતો છોડ્યો.
🖊 અરૂણોદય ન્યૂઝ🖊 ફરીદ ખાન ચૌહાણ🖊





No comments:
Post a Comment