પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠાના વાવ તાલુકાના દેથળી ગામે એક સાથે ચાર યુવતીઓએ કેનાલમાં કૂદી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મીનાક્ષી, શિલ્પા, જમના અને હકી નામની યુવતીએ ઝંપલાવ્યું હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે. મૃતક યુવતીઓમાં ત્રણ પરણિત અને એક યુવતી અપરણિત હોવાનું સામે આવી રહ્યું છે. કેનાલ પાસેથી ચપ્પલ અને સુસાઇડ નોટ મળી આવી છે. સ્યુસાઈડ નોટ લખનાર મીનાક્ષીને વાલ્વની બીમારી હોવાનો ઉલ્લેખ સુસાઇડ નોટ છે. બે યુવતીઓએ બીમારીને કારણે આત્મહત્યા કરી છે. જ્યારે બે યુવતીઓએ પોતાની બહેનપણીના વિરહમાં આપઘાત કરી લીધો છે.

મૃતક ચારેય યુવતીઓ ઠાકોર સમાજની હોવાનું સામે આવી રહ્યું છે. ઘટનાની જાણ થતા જ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર તથા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવતીઓના મૃતદેહની તપાસ હાથ ધરી છે.
આપઘાત કરનાર
મિનાક્ષી અરજણભાઈ ઠાકોર (ઉ.વ. 20)
જમના સગરામભાઈ ઠાકોર (ઉ.વ. 20)
શીલા સગરામભાઈ ઠાકોર (ઉ.વ. 18)
હકીબેન પોપટભાઈ ઠાકોર (ઉ.વ. 16)
🖊અરૂણોદય ન્યૂઝ ફરીદ ખાન ચૌહાણ🖊







No comments:
Post a Comment