બનાસકાંઠા જીલ્લાના પાલનપુર નજીક બાલારામ જતાં માર્ગ પર આજે બપોરે કાર સળગી હતી. શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઇ કારણસર લાગેલી આગ પળવારમાં કાર ઉપર કબજો કર્યો હતો. આ દરમ્યાન કાર ચલાવતો પાલનપુરનો મનોજભાઈ ગામી નામનો યુવક સળગી ગયો હતો. આગની જ્વાળાઓને પગલે ચાલકને બચવાનો કોઇ વિકલ્પ ન મળતાં બળીને ભડથું થઇ ગયો હતો. આ દરમ્યાન સળગતી કાર નજીક લોકો એકઠા થયા પરંતુ બચાવ શક્ય બન્યો નહિ.
પોલીસે અકસ્માતે ગુનો નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
અરૂણોદય ન્યૂઝ







No comments:
Post a Comment