(માહિતી બ્યુરો, પાલનપુર)
સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસીસ, બનાસકાંઠા ડિવીઝન, પાલનપુર દ્વારા ટપાલ જીવન વીમા અને ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટની નિયુક્તિ માટે વોક ઇન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવેલ છે. નીચે દર્શાવેલ શરતો પર્ણ કરતા તેમજ રસ ધરાવતા ઉમેદવારો વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે. જે સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસીસ, બનાસકાંઠા ડિવીઝન, જોરાવર પેલેસ કમ્પાઉન્ડ, હેડ પોસ્ટ ઓફીસ, ૧ લા માળે, પાલનપુરની કચેરી ખાતે તા.૧૫-૧૧-૨૦૧૯ (શુક્રવાર) ના રોજ સવારે- ૧૧.૦૦ થી ૨.૦૦ કલાકે રાખવામાં આવેલ છે. ઉમેદવારોએ પોતાના બાયોડેટા, ઉંમર અને રહેઠાણના અસલ પુરાવા, શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રો, પાસપોર્ટ સાઇઝના બે ફોટો તથા અનુભવનો અસલ દાખલો (જો હોય તો) લાવવાનું રહેશે. યોગ્યતાની શરતો- શૈક્ષણિક લાયકાતઃ- ઉમેદવાર ધોરણ-૧૦ પાસ (જો ઉમેદવાર ૫૦૦૦ કરતા ઓછી જનસંખ્યાવાળા ગામ/નગરમાં રહેતો હોય) અને ધોરણ- ૧૨ પાસ (જો ઉમેદવાર ૫૦૦૦ કરતા વધુ જનસંખ્યાવાળા ગામ/નગરમાં રહેતા હોય). ઉંમર- ૧૮ થી ૬૦ વર્ષ, ભૂતપૂર્વ વીમા સલાહકાર, આંગણવાડી કાર્યકરો, મહિલા મંડળ કાર્યકરો, સ્વ. સહાય જુથના કાર્યકરો, ભૂતપૂર્વ સર્વિસમેન, બેરોજગાર-સ્વરોજગાર યુવાનો અથવા ઉપરોક્ત લાયકાત ધરાવતા કોઇપણ વ્યક્તિ. વીમાના કામના અનુભવી તેમજ લોકલ એરીયાના જાણકારને પ્રાથમિકતા આપવામાં આવશે.
કોઇપણ વીમા કંપનીમાં એજન્ટ તરીકે કામ કરતા વ્યક્તિને ટપાલ જીવન વીમા/ગ્રામીણ ટપાલ જીવન વીમાની એજન્સી મળવા પાત્ર નથી. તેમ પોસ્ટ ઓફિસીસ બનાસકાંઠા ડિવીઝનના સુપ્રિટેન્ડેન્ટ શ્રી અખારામે જણાવ્યું છે.





No comments:
Post a Comment