ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે બનાસકાંઠા કલેકટરશ્રીનો સંકલ્પ
(માહિતી બ્યુરો,પાલનપુર)
ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી સંદીપ સાગલેએ સંકલ્પ કર્યો છે કે, હું માસ્ક પહેર્યા વગર બહાર નીકળીશ નહીં અને હું સોશ્યલ ડિસ્ટન્સીંગનું ધ્યાન રાખીશ, દો ગજ દૂરી સંકલ્પનું પાલન કરીશ. તથા દિવસમાં વારંવાર સાબુથી હાથ ધોઇશ અને સેનિટાઇઝ કરીશ. કલેકટરશ્રીએ સંકલ્પ લેતાં કહ્યું કે હું ગુજરાતના જવાબદાર નાગરિક તરીકે મારી ફરજ અદા કરીશ.





No comments:
Post a Comment