*તક્ષશિલા સ્કૂલ ધંધુકા માં "શ્રેષ્ઠ ક્રિષ્ના "અને "શ્રેષ્ઠ રાધા" નો ભવ્ય અદભુત કાર્યક્રમ યોજાયો*
અરૂણોદય ન્યૂઝ.
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*
ભાવનગર હાઇવે સ્થિત તક્ષશિલા સ્કૂલના અતિ રમણીય ઓપન જેવા પ્રાંગણમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી નિમિત્તે ઓપન ધંધુકા શ્રેષ્ઠ ક્રિષ્ના અને શ્રેષ્ઠ રાધા ની હરીફાઈ નો કાર્યક્રમ યોજાયો જેમાં સ્કૂલના ત્રણ થી આઠ વર્ષના 19 ભૂલકાઓએ ભાગ લીધેલો વાલીઓ તેમના ભૂલકાઓને ક્રિષ્ના અને રાધા ના વસ્ત્રો ઉપાડ માં તૈયાર કરેલ આવેલા ભાગ લેનાર ભૂલકાઓ સિવાય પણ ઘણા ક્રિષ્ના રાધા અને ગોપી ના સ્વાંગમાં નજરે ચડતા હતા નિર્દોષ ભૂલકાઓ રાધા ક્રિષ્ના ના વસ્ત્રો ઉપહાર કાલીઘેલી ભાષા સ્કૂલનું રમણીય સ્થળ જે ખરેખર કાનહાનૂ ગોકુળ ગામ ભાષી રહ્યું હતું હરીફાઈના આ કાર્યક્રમમાં જન્માષ્ટમી પર્વ મહત્વ અને સમજાવતા કૃષ્ણ જન્મ પછી કૃષ્ણની ટોપલામાં માથે લઇ યમુના પાર મલ્ટી ફોડ પિરામિડ સાથે રાધા ક્રિષ્ના નૃત્ય કૃષ્ણગીત સાથે ક્રિષ્ના રાધા બનેલા ભૂલકાઓના વક્તવ્યો સૌને ધ્યાનાકર્ષિત આનંદ પમાડતા રહ્યા નિર્દોષ ભૂલકાઓ માં બાલકૃષ્ણ ની ઝાંખી કરવા વાલીઓ સિવાય અનેક લોકો બહોળા સમુદાય મા ઊમટી પડેલા
શ્રેષ્ઠ ક્રિષ્ના શ્રેષ્ઠ રાધા સાથે શ્રેષ્ઠ કાર્યક્રમ સાથે એક લોક સમાજને એક શ્રેષ્ઠ સંદેશ પણ આપી ગયો આ કાર્યક્રમમાં ધંધુકાના મુસ્લિમ પરિવારના વાલી પણ પોતાના ભૂલકાંને ક્રિષ્ના સ્વરૂપ બનાવી ભાગ લીધેલો જે લોકોને એકતા ભાઈચારા માટે સારો સંદે બની રહે છે.
તક્ષશિલા સ્કૂલના પ્રિન્સિપાલ ઉમાબેન કનાડા એ પણ તેમના વક્તવ્યમાં જાતિ ધર્મ એકતા માટે પ્રકાશ પાડ્યો હરીફાઈમાં ભાગ લીધેલ અને ટ્રસ્ટી ગણ દ્વારા વિજેતોઓને ઇનામ અને ભાગ લેનાર દરેક ભૂલકાઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ તેમજ ધંધુકા તાલુકા વિકાસ મંચના માનદ મંત્રી નવીન ભાઈ ઠક્કર દ્વારા ભાગ લેનાર દરેક પ્રકારની આર્થિક પ્રોત્સાહન ઇનામ આપી ખુશ કરવામાં આવ્યા આ કાર્યક્રમને સફળ બનાવવા સ્ટાફ ગણ એ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ સુંદર બનાવ્યો.
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*






No comments:
Post a Comment