*ગાંધીનગર સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ધંધુકા માં કુમાર છાત્રાલય (વિ.જા)નો લોકાર્પણ સમારોહ તા .૬ સપ્ટેમ્બર ને સોમવારે યોજાશે*
*રુપિયા ૨ કરોડ 21 લાક ના ખર્ચે નવનિર્મિત કુમાર છાત્રાલયનું રાજ્યના મંત્રી ઇશ્વરભાઇ પરમાર અને વાસણભાઈ આહિરના હસ્તે લોકાર્પણ કરાશે*
અરૂણોદય ન્યૂઝ
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*
ધંધુકા ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ નિયામક ગાંધીનગર વિકસતી જાતી કલ્યાણ હસ્તકની સરકારી કુમાર છાત્રાલય (વિ.જા)) નો લોકાર્પણ સમારોહ આગામી તારીખ ૬ઠ્ઠી સપ્ટેમ્બર ને સોમવારે સવારે 10:30 કલાકે યોજવામાં આવશે.
રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા ૨ કરોડ ૨૧ લાખ ખર્ચે અધતન સુવિધા સાથે બાંધકામ કરેલ ધંધુકા ધોલેરા ધોરીમાર્ગ ઉપર ની સરકારી કુમાર છાત્રાલય (વિકસતી જાતિ) નું લોકાર્પણ સમારોહ રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમાર તેમજ રાજ્ય કક્ષાના સામાજિક અને શૈક્ષણિક પછાડ વર્ગોનું કલ્યાણ પ્રવાસન મંત્રી વાસણભાઈ આહિર હાજર રહેશે અને ધંધુકાના સરકારી કુમાર છાત્રાલય નું લોકો પણ તેમના હસ્તે રાખવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે ધંધુકા ખાતેના વિકસતી જાતિ કુમાર છાત્રાલય રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા તેનું બાંધકામ રૂપિયા 2 કરોડ અને 21 લાખના ખર્ચે કરવામાં આવ્યું છે મકાનના હવાઉજાસ પાણીની વ્યવસ્થા મીટીંગ પ્રાર્થના હોલ રસોડું ઉપરાંત રૂમો કમ્પાઉન્ડ માં પાર્કિંગ વ્યવસ્થા સહિતની સુવિધા ઉપરાંત છાત્રો માટે પરંતુ ફર્નિચર કબાટ પલંગ ટેબલ ખુશી સહિત નું આયોજન કરવામાં આવ્યું છે અધતન કુમાર છાત્રાલય શરૂ થતા ગામડાઓ થી અપડાઉન કરતા કે અભ્યાસ કરવા શહેરમાં ન આવી શક્તા છાત્રો કુમાર શાળામાં પ્રવેશ મેળવી અભ્યાસ કરી શકશે ધંધુકા તાલુકા માટે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા બનાવેલ કુમાર છાત્રાલય આશીર્વાદ સમાન નિવડશે.
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*






No comments:
Post a Comment