સૂરેન્દ્રગનગર ૧૮૧ મહીલા હેલ્પ લાઈન ટીમે માનસીક રીતે પડી ભાંગેલ યુવતીને નવુ જીવન જીવવાની પ્રેરણા આપી
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા
સુરેન્દ્રનગર ૧૮૧ મહીલા હેલ્પ લાઈનમાં પિડિતાના ભાઈ દ્વારા ફોન આવેલ કે તેમના બેન આત્મ હત્યાના પ્રયાસ કરે છે આથી પોતાના બેહનને સમજાવવા માંગે છે.
આથી પિડિતના ભાઈએ જણાવેલ સ્થળ ઊપર ૧૮૧ મહીલા હેલ્પ લાઇન ટીમ સાથે તાત્કાલિક પગલા,ના ધોરણે પહોંચેલ.
અભ્યમ ટિમને સ્થળ ઉપર થી જાણવા,મળેલ કે કોલ કરનારના બેન માતા પિતા અને ભાઈ બહેન સાથે રહેછે અને બેન ઘરમા સૌથી નાના છે. પિડિતા બેનને ઘણા સમય પહેલા માનસિક બીમારીની દવા ચાલતી હતુ. પરંતુ થોડા સમયથી તેણે દવા લેવાનુ મુકી દીધુછે. પિડિતા જણાવે છે કે તેમને સીલાઈ મશીન લેવુ છે. જે પરિવારના સભ્યો અને દાદા લેવાની ના પાડે છે.પિડિતા જ્યારે પણ. કંઈ પણ વસ્તુ લેવાની જીદ કરે તો પરિવારના સભ્યો ના કહી ને જીદ ટાળે છે.પિડિતાના મમ્મી અને બહેન જણાવે છે કે પિડિતાબેન કંઈ કામ કરતા નથી અને ઘરમા નવી નવી મોંઘી વસ્તુ લેવાની જીદ કરે છે. આ પહેલા પણ પિડિતા ઘર મુકીને જતા રહ્યા હતાં.આત્મ હત્યા કરવા પ્રયાસ કર્યો હતો. આજે પણ સિલાઈ મશીન લેવા બાબતે જ ઝધડો કર્યો આથી પિડિતાના માતાએ પહેલા પ્રેમથી સમજાવ્યા અને ત્યાર બાદ પિડિતના મમ્મી અને કાકી અપશબ્દો બોલ્યા આથી પિડિતાને લાગી આવ્યુ અને પિડિતે હાથની નશ કાપવામાટે ઘરનો દરવાજો બંઘ કરી દીધેલ અને ત્યાં હાજર પિડિતના ભાઈ અને બેને દરવાજો તોડી નાખ્યો અને પિડિતાના હાથમાંથી છરી લઈ અને તાત્કાલિક અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમ સુરેન્દ્રનગર ને પિડિતાને સમજાવવા બોલાવેલ.
અભ્યમ ટિમે ઘટના સ્થળ ઉપર પહોંચી પિડિતાનુ કાઉન્સેલીંગ કર્યુ અને કાયદાકીય પ્રાથમિક માહીતી આપી અને પિડિતને તેમના ભવિષ્ય અંગેની સમજ આપી.આત્મ હત્યાના વિચારો ન કરવા કે આત્મ હત્યા ના પ્રયાસ ન કરવા સમજાવેલ.
પિડિતા એ ૧૮૧ ટિમની સલાહ માનેલ કે હવે ક્યારેય આત્મ હત્યા ના પ્રયાસ નહીં કરે પરંતુ તેઓ હવે તેઓ પરિવાર સાથે રહેવા માંગતા નથી આથી પિડિતાને થોડા દિવસ લાંબા ગાળાના કાઉન્સેલિંગ માટે અને આશ્રય સખી વન સ્ટોપ સેન્ટર આશ્રય અપાવેલ.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા




No comments:
Post a Comment