મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું સાળંગપુર હેલીપીડ ખાતે ભાવભીનું સ્વાગત
અરૂણોદય ન્યૂઝ.
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આજે બોટાદ જિલ્લાનાં સાળંગપુર ખાતે હેલીકોપ્ટર મારફતે એક દિવસીય મુલાકાતે આવી પહોંચ્યાં હતાં ત્યારે મુખ્યમંત્રીને આવકારવાં માટે હેલીપેડ ખાતે બોટાદ જિલ્લા પ્રભારી મંત્રી વિનોદભાઈ મોરડીયા, ગઢડા ધારાસભ્ય આત્મારામભાઇ પરમાર, શ્રી જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઇ વિરાણી, જિલ્લા ભા.જ.પ. પ્રમુખ ભીખુભા વાધેલા, સાળંગપુર બી.એ.પી.એસ. કોઠારીશ્રી જ્ઞાનેશ્વર સ્વામી, બહ્મવિહારી સ્વામી, ઘનશ્યામપ્રિય સ્વામી, શ્રવણપ્રિય સ્વામી, સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી, યજ્ઞના યજમાન ઈલેશભાઈ પટેલ તથા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી લલિતાનારાયણ સિંઘ સાદું, રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ, પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સહિતનાં પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*




No comments:
Post a Comment