દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા
અભિયાન અને ટ્રેકિંગનો કાર્યક્રમ યોજાયો.
અરૂણોદય ન્યૂઝ.
સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની કોલેજ ઓફ બેઝિક સાયન્સ એન્ડ હ્યુમાનીટીઝ મહાવિધ્યાલયના રાષ્ટ્રીય સેવા યોજના યુનિટ દ્વારા સાંકળેશ્વરી, હાથિદ્ગા ખાતે એક દિવસીય સ્વચ્છતા અભિયાન સાથે ટ્રેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહાવિધ્યાલયના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ સભ્યોએ ભાગ લીધો હતો. ટ્રેકિંગ અભિયાનની શરૂઆત સવારે ૭:૩૦ વાગે ગંગેશ્વર મહાદેવ, હાથિદ્ગા ખાતે પહોચી ચા-નાસ્તો કર્યા પછી કરવામા આવી હતી. એન.સી.સી ઓફિસરશ્રી જલ્પેશ પટેલ અને પ્રખ્યાત પક્ષીવિદ અને પર્યાવરણવિદશ્રી કૈલાશભાઈ જાની આ અભિયાનમાં જોડાઇને ટ્રેકિંગ દરમિયાન વિદ્યાર્થીઓને આસપાસના વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ વિશે માહિતગાર કર્યા હતા. વધુમા મહાવિધ્યાલયના સ્ટાફ સભ્યોએ પણ વિદ્યાર્થીઓને વન અને પર્યાવરણ સંરક્ષણ વિશે જાગૃત કર્યા હતા. વિદ્યાર્થીઓએ નોંધપાત્ર ઉત્સાહ દર્શાવતા સવારે ૯:૩૦ કલાકે શિખર પર પહોંચ્યા હતા. ટ્રેક પરથી નીચે જતા ટીમના દરેક સભ્યોએ સમગ્ર રસ્તામાં પ્લાસ્ટિક અને અન્ય કચરો એકત્ર કર્યો હતો. વિદ્યાર્થીઓને સ્વચ્છતા અને પ્લાસ્ટિકના પ્રતિબંધિત ઉપયોગ વિશે અન્ય લોકોને જાગૃત કરવાની તેમની જવાબદારી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. પ્લાસ્ટિકના કચરાથી ભરેલી ૧૮ જેટલી થેલીઓ સાથે સમગ્ર ટીમ બપોરે ૧:૦૦ કલાકે બેઝ કેમ્પ પર પહોંચી હતી.
આ કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને તેમની સામાજિક જવાબદારીના ભાગરૂપે આ એક નાનકડુ યોગદાન કરવા મળ્યું તે અંગે વિધાર્થીઓએ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. મહાવિધ્યાલયના આચાર્ય ડૉ. પી. એચ. પટેલના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસરશ્રી જલ્પેશભાઈ પટેલ અને સહાયક સ્ટાફ ડૉ. વિશ્વાસ જોષી, શ્રી અરવિંદભાઈ પરમાર અને શ્રી ભરતભાઈ ગોહિલે સફળતા પુર્વક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે આચાર્યશ્રીએ સંતોષની લાગણી વ્યક્ત કરી સ્ટાફ સભ્યો અને રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકોને અભિનંદન પાઠવ્યા હતા.




No comments:
Post a Comment