WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Thursday, November 25, 2021

કોરોના સંક્રમણમાં થઈ સતત રહેલા ઘટાડાને ધ્યાને લેતાં શિક્ષણકાર્ય માટે વર્તમાન માહોલ અનુકુળ,રાજ્ય સરકારનો વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય: રાજ્યભરમા આવતીકાલ તા ૨૨મી નવે.થી પ્રાથમિક શાળાઓમા ધો. ૧ થી ૫ ના વર્ગોનુ ઓફલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ કરાશે: શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી.

 


રાજ્ય સરકારનો વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય:

રાજ્યભરમા આવતીકાલ તા ૨૨મી નવે.થી પ્રાથમિક શાળાઓમા ધો. ૧ થી ૫ ના વર્ગોનુ ઓફલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ કરાશે: શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી

------ 

કોરોના સંક્રમણમાં થઈ સતત રહેલા ઘટાડાને ધ્યાને લેતાં શિક્ષણકાર્ય માટે વર્તમાન માહોલ અનુકુળ

કોરોનાની નિયત SOPનું ચુસ્ત પાલન કરાશે

જે વાલીઓની સંમતિ હશે એ જ બાળકોને શાળામાં શિક્ષણ અપાશે:

બાલમંદિર અને આંગણવાડીના ભૂલકાઓના શિક્ષણ માટે ટૂંક સમયમા યોગ્ય નિર્ણય કરાશે

સરકારી શાળાઓમા આચાર્ય તથા ખાનગી શાળાઓમાં શાળા સંચાલકોએ સેનેટાઈઝેશન સાથેની જરૂરી વ્યવસ્થા સાથે તકેદારી રાખવાની રહેશે

કોરોનાના કપરા કાળમાં છેલ્લા બે વર્ષથી બંધ રહેલી પ્રાથમિક શાળાઓ પુન: ધબકતી થઈ જશે

              :શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી

-----

સુરત ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં મહત્વની જાહેરાત કરતાં શિક્ષણ મંત્રી

--------- 

સુરત:રવિવાર: રાજ્ય સરકારે આજે પ્રાથમિક શાળાઓના ભૂલકાઓના શિક્ષણ માટે મહત્વનો નિર્ણય લેતાં આવતીકાલ તા.૨૨ નવે.થી રાજ્યભરમાં સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાના ધો. ૧ થી ૫ ના પ્રત્યક્ષ શિક્ષણકાર્ય-ઓફલાઈન વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે આજે સુરતના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં શિક્ષણમંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા શ્રી જીતુભાઇ વાઘાણીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની અસરકારક કામગીરીને પરિણામે વૈશ્વિક મહામારી કોરોનાના સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, ત્યારે રાજ્યના વિદ્યાર્થીઓનુ શિક્ષણ બગડે નહી એ માટે રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના હિતમા આવતીકાલ તા.૨૨મી નવે.થી શાળાઓમાં ધો.૧ થી ૫ ના વર્ગો શરૂ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. બાલમંદિર અને આંગણવાડીના ભૂલકાઓને શિક્ષણ માટે આગામી સમયમા યોગ્ય નિર્ણય કરાશે.

           શિક્ષણમંત્રીશ્રીએ સુરત ખાતે મીડિયાને માહિતી આપતા કહ્યુ કે, શિક્ષણવિદ્દો, વિદ્યાર્થીઓની માંગણી અને લાગણી તેમજ હાલના કોરોના સંક્રમણમાં થઈ રહેલા ઘટાડાને જોતાં શિક્ષણકાર્ય માટે વર્તમાન માહોલ અનુકુળ હોવાનું જણાય છે. બાળકોનું શિક્ષણ બગડે નહીં, અને ફરી એક વાર શિક્ષણયાત્રાનો નવેસરથી પ્રારંભ થાય એ માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ રાજ્ય સરકારના પરામર્શમાં રહી ભૂલકાઓના શિક્ષણકાર્યને પુન: વેગ આપવાનો નિર્ણય કરવાંમાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું. 

           મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં કોરોના કેસોમાં સતત ઘટાડો થતા દિવાળી બાદના આવતીકાલ તા.૨૧મીથી શરૂ થતાં નવા સત્રથી ધો. ૧ થી ૫ ના વર્ગો શરૂ કરાશે. ભૂલકાઓના ભણતરની આ પહેલમાં શિક્ષણ વિભાગની સીધી નિગરાની રહેશે. નાનકડા બાળકોની કુમળી વયને નજર સમક્ષ રાખીને તમામ તકેદારીના પગલાંઓ સાથે શિક્ષણ કાર્યનો પ્રારંભ કરવામાં આવશે. બાળકની હાજરી મરજિયાત રહેશે, જે વાલીઓની સંમતિ હશે એમના બાળકોને જ શાળામાં શિક્ષણ અપાશે. રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓએ નિયત એસઓપીનું ચુસ્ત પાલન કરવાનું રહેશે અને સરકારી શાળાઓમા આચાર્યશ્રીઓએ તથા ખાનગી શાળાઓમાં શાળા સંચાલકોએ સેનેટાઈઝેશન સાથેની જરૂરી વ્યવસ્થા ગોઠવવા સાથે વિશેષ તકેદારી રાખવાની રહેશે એમ મંત્રીશ્રી ઉમેર્યું હતું. 

               મંત્રીશ્રીએ FRC ના નિયમોનું પાલન ન કરતી શાળાઓ સામે પણ કડક કાર્યવાહી કરાશે એમ પણ જણાવ્યુ હતું.  

             પ્રેસ કોન્ફરન્સમાં શહેરી વિકાસ રાજ્યમંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયા, મેયર શ્રીમતી હેમાલી બોઘાવાલા, પૂર્વમંત્રી અને ધારાસભ્યશ્રી કિશોરભાઈ કાનાણી, ધારાસભ્ય સર્વશ્રી કાન્તિ બલર, સંગીતાબેન પાટીલ, ઝંખનાબેન પટેલ સહિત પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક મીડિયાકર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતા.


No comments:

Post a Comment

Total Pageviews