વાસી ઉત્તરાયણના દિવસે બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલ સહિત ફ્રન્ટલાઇન વર્કરોએ કોરોના રસીનો બુસ્ટર ડોઝ મુકાવ્યોઃ લોકોને રસી લેવા અનુરોધ કર્યો
(માહિતી બ્યુરો, પાલનપુર)
વાસી ઉત્તરાયણના તહેવારના દિવસે બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ સહિત ફ્રન્ટલાઇન વર્કરોએ કોરોના રસીનો બુસ્ટર ડોઝ મુકાવ્યો હતો. પાલનપુર અર્બન-૨ના આરોગ્ય કાર્યકરશ્રી હિનાબેન રાવલ અને શ્રી આરતીબેન કટારીયાએ બનાસકાંઠા કલેકટરશ્રી અને ફ્રન્ટલાઇન કોરોના વોરીર્યસને કોરોના પ્રતિરોધક રસીનો બુસ્ટર ડોઝ આપી સુરક્ષા પ્રદાન કરી હતી.
કોરોના પ્રતિરોધક રસીનો બુસ્ટર ડોઝ મુકાવી બનાસકાંઠા કલેકટરશ્રીએ આનંદ પટેલે જિલ્લાવાસીઓને અપીલ કરતાં જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ ચુકી છે. આ વાયરસ સામે લડવા માટે રસીકરણ જ એક માત્ર ઇલાજ છે ત્યારે આપણા જિલ્લામાં પ્રથમ અને બીજા ડોઝમાં ૯૦ ટકા ઉપર લોકોએ રસી મુકાવી પોતાના પરિવારની સુરક્ષા સુનિશ્વિત કરી છે. પરંતુ હજુ સુધી જે લોકોએ રસી નથી લીધી તેવા તમામને રસી મુકાવવા તેમણે અનુરોધ કર્યો હતો.




No comments:
Post a Comment