અમદાવાદ જીલ્લા ના સાણંદમાં ટેક્ષબાકીદારોની 5 મિલકત સીલ કરાઈ.
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*
અરૂણોદય ન્યૂઝ.
અમદાવાદ જીલ્લા ના સાણંદ નગરપાલિકાએ ટેક્ષ બાકીદારો સામે કડક કાર્યવાહી હાથધરી છે ત્યાંરે પાલિકાએ સાણંદમાં ટેક્ષ ન ભરનારની 5 મિલકત સીલ કરતા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે . સાણંદ નગરપાલિકા દ્વારા ટેક્ષ વસુલાતની ઝુંબેશ છેલ્લા ઘણા સમયથી તેજ બનાવવામાં આવેલ છે . જેના ભાગરૂપે જે મિલકતોને નોટીસ અને જપ્તી વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ તે પૈકીની ખાદી ઉત્પતિ કેન્દ્રની જુદીજુદી જગ્યાએ આવેલ કુલ ૫ મિલકતોને બુધવારે ટેક્ષ ઇન્સ્પેકટર તથા ટેક્ષ વિભાગના કર્મચારી દ્વારા સીલ કરવામાં આવેલ હતી જેની બાકી રકમ ૧૫ લાખથી ઉપરની છે . આગામી સમયમાં ટ્રસ્ટની અન્ય મિલકતો સીલ કરવાની પણ પાલિકા દ્વારા આપવામાં આવી છે . સાણંદ નગરપાલિકાએ ગત વર્ષના 2.54 કરોડ અને ચાલુ વર્ષના 1.7 કરોડ મળીને કુલ 3.61 કરોડના ટેક્ષ વસુલવા નોટિસ ફટકારવા છતાં વેરો નહીં ભરનારા 50 બાકીદારો સામે વોરંટ ઇસ્યુ કરી કર્યા હતા તેમ છતાં બાકી ટેક્ષ નહીં ભરતા કાર્યવાહી કરવામાં આવી છે . પાલિકા તંત્ર પણ આ વર્ષે ટેક્ષ બાકીદારોના જાહેર સ્થળો ઉપર હોર્ડિંગ લગાડવાની કામગીરી માટેની તૈયારીઓ પણ શરૂ આગામી દિવસોમાં કરી શકે તેમ છે .
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*




No comments:
Post a Comment