ભરુચ જિલ્લાની જંબુસર નગરની મુલાકાત લેતા નગરપાલિકાના પ્રાદેશિક કમિશ્નર
ભરુચ જિલ્લાની જંબુસરના નગરજનોને ત્રણ જ માસમાં મીઠું પાણી પીવા માટે મળશે તેવી હૈયાધારણા આપતા પ્રાદેશિક કમિશ્નર.
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*
અરૂણોદય ન્યૂઝ.
ભરુચ જિલ્લાની
જંબુસર,નગરપાલિકા પ્રાદેશીક કમીશ્નર સુરત ઝોન અરવિંદ વિજયને જંબુસર નગરપાલિકા ખાતે મુલાકાત લીધી હોવાના તથા સર્કિટ હાઉસ ખાતે સત્તાધારી પક્ષ તથા અધિકારીઓ સાથે મુલાકાત કરી જંબુસર નગરના વિકાસના કામોને લઇ માહિતી મેળવી જરૂરી સુચનાઓ આપી હોવાના સમાચાર સત્તાધારી થયા છે . જંબુસર નગરપાલિકા ની મુલાકાતે સુરત ઝોનના પ્રાદેશિક કમિશન અરવિંદ વિજયન આવ્યા હતા . સૌપ્રથમ સરકીટ હાઉસ ખાતે નગરપાલિકા ચીફ ઓફીસર યોગેશભાઈ ગણાત્રા પ્રમુખ ભાવનાબેન રામી , ઉપપ્રમુખ ધર્મેશભાઈ પટેલ સહિત સત્તાધારી પક્ષના સદસ્યો તથા અધિકારીઓ સાથે જંબુસર નગરના વિકાસના કામોને લઇ મીટીંગ યોજી નગરના પાણી સફાઈ ડબલું ટીપીના કાર્યો સહિત નગરના વિકાસ અંગે માહિતી મેળવી જરૂરી સુચનાઓ આપી હતી . અને તે દરમ્યાન તાલુકા ખાનપુર ગામના રહીશો દ્વારા પાલિકાના ગટર લાઈન લીંકજના પરીણામે ગામના તળાવમા પ્રદુષિત નીર કાંસ મારફત ફળી વળતા તેના કારણે પશુઓના મોત નિપજ્યાં હતા જે અંગે લેખિત મૌખિક રજુઆતો કરવામાં આવી હતી . મીટીંગ બાદ જંબુસર નગરપાલિકા ખાતે પ્રાદેશિક કમિશનર આવી પહોંચતા વિપક્ષના નેતા સાકીર મલેક તથા સદસ્યો ની આગેવાનીમા નગરના વોર્ડ નંબર ત્રણ અને છ સદસ્યો રહીશો આવ્યા હતા અને ગટરના તૂટી ગયેલ ઢાંકણ , ગટરની સમસ્યા અંગે રજુઆતો કરી હતી . ગટર સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવે તે અંગે રહીશોએ જણાવ્યુ હતુ . ત્યારબાદ પ્રાદેશીક કમીશનર અરવિંદ વિજયને નગરમાં નાગ ટેકરી ખાતે બનનાર બગીચા નું સ્થળ તથા પિશાચેશ્વર મહાદેવ પાસે બનનાર નગરપાલિકા કચેરીનુ સ્થળ નિરીક્ષણ હતું .જંબુસર મુલાકાતે આવેલ પ્રાદેશિક કમિશનરે પત્રકારોને જણાવ્યું હતું કે પાલિકા સ્તરે જે કોઈ ગટર સફાઈ પાણી ડબ્લ્યુ ટી પીના પ્રશ્નો છે તેનો રિવ્યુ પણ લેવામાં આવ્યો છે.અને ટૂંક સમયમાં જંબુસર નગરના પ્રશ્નોનો નિકાલ આવી જશે તથા નગરજનોને જે મીઠા પાણીનો ચક્ષપ્રરન જે અઢાર માસમાં પૂર્ણ થવાનો હતો પરંતુ છેલ્લાં છ વર્ષ ઉપરાંતનો સમય વીતી જવા છતાંય નાગરિકોને પીવાનું પાણી મળતું નથી તે અંગે ત્રણ માસમાં મીઠા પાણીની સમસ્યા પૂર્ણ થશે તેવુ જણાવેલ હતુ.આ સહિત નગરમાં થયેલ ઠેરઠેર દબાણો પાલિકા દ્વારા હટાવામાં આવ્યા છે . અને જે બાકી દબાણોના વિસ્તારો છે તે કામો હાથ પર લીધા છે . અને ફરીથી દબાણ ન થાય તે માટે કાળજી રાખી છે જે અંગે ચર્ચા કરવામાં આવી છે .
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*




No comments:
Post a Comment