ભારતીય મજદુર સંઘ સંલગ્ન પી.એમ.પોષણ ( મધ્યાહન ભોજન યોજના ) કર્મચારી સંઘની મહત્વની બેઠક તગડી ખાતે મળી . આગામી તારીખ ૯ માર્ચ ૨૦૨૨ ના રોજ ભારતીય મજદુર સંઘ દ્વારા આયોજીત રેલી અને જનસભાના કાર્યક્રમને સફળ બનાવવા મધ્યાહન ભોજન યોજનાના કર્મીઓના પડતર પ્રશ્નોને માધ્યમ બનાવી મહત્વની બેઠક મળી .
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*
અરૂણોદય ન્યૂઝ.
ભારતીય મજદુર સંઘના નેજા હેઠળ તગડી ગામે પી.એમ.પોષણ યોજના કર્મચારી સંઘને અગત્યની બેઠક તા .૦૯ / ૦૩ / ૨૦૨૨ ના રોજ ગાંધીનગર ખાતે આયોજીત મહા રેલી અને જનસભા સહિતના આક્રોશીત કાર્યક્રમોના આયોજન માટે રાજ્યના તમામ જીલ્લાના પ્રમુખો , પ્રતિનિધીઓની હાજરીમાં ભારતીય મજદુર સંઘના પ્રદેશ પ્રમુખશ્રી સહદેવસિંહ જાડેજા તથ અસંગઠીત ક્ષેત્રના પ્રભારી અને ઓ.એન.જી.સી. ઓફીસરશ્રી યુનીયનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી લાલજીભાઇ ચાવડાની પ્રેરક ઉપસ્થિતીમાં યોજાઇ .
આ મહત્વની બેઠકમાં પી.એમ.પોષણ યોજના કર્મચારી સંઘના પ્રદેશ પ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા , મહામંત્રીશ્રી હસુભાઇ જોશી સહિત ચારેય જોનના ઉપપ્રમુખ અને મંત્રીશ્રીઓ સહિત જીલ્લાના પ્રમુખો અને કારોબારી સભ્યો હાજર રહ્યા . જેમાં સરકાર સમક્ષ રજુ કરેલ પ્રશ્નોનો નિકાલ ન થતો હોવાનો આક્રોશ ભારતીય મજદુર સંઘના પ્રદેશ પ્રમુખ સમક્ષ ઉજાગર કરીને આગામી તા .૦૯ / ૦૩ / ૨૦૨૨ ના રોજ ભારતીય મજદુર સંઘ દ્વારા આ યોજનના પડતર પ્રશ્નો અંગે આપેલ રેલી અને જનસભામાં રાજ્યના મધ્યાહન ભોજન યોજના સાથે સંકળાયેલા હજારો કર્મીઓ અને કામદારો તેમને થતાં શોષણ અને અન્યાયનો આક્રોશ વ્યક્ત કરવા મોટી સંખ્યામાં હાજર રહે તેવું આહ્વવાન અને રોડ મેપ બનાવી આ કાર્યક્રમને સફળ અને પ્રભાવશાળી બનાવવાની નેમ ભારતીય મજદુર સંઘના પ્રદેશ અને રાષ્ટ્રીય નેતુત્વ સમક્ષ કરવામાં આવી .
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*
 




 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment