ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, 25મી ઓક્ટોબરથી વધશે વરસાદની તીવ્રતા
અરૂણોદય ન્યૂઝ
ગુજરાતમાં આગામી સાત દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાથે ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, 25મી ઓક્ટોબરના રોજ વરસાદની તીવ્રતા વધી શકે છે. આગામી સાત દિવસની અંદર લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થવાની સંભાવના છે.







No comments:
Post a Comment