*આરટીઆઇ હેઠળ માહિતી ન આપનાર ખેડબ્રહ્માના પીએસઆઈને 10હજારનો દંડ*
ખેડવાની આંગણવાડીને તાળુ મારવાના આદેશ મુદ્દે માહિતી માગી હતી
પોલીસ અધિક્ષકે સાત દિવસમાં અરજદારને માહિતી આપવા આદેશ કર્યો
ખેડબ્રહ્વા,તા.૨૬ ડિસેમ્બર, ૨૦૧૮, બુધવાર
રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટ અંતર્ગત અરજદારને સમય મર્યાદામાં માહિતી ના આપનાર ખેડબ્રહ્માના પીએસઆઈ વિરુદ્ધ સાબરકાંઠાના પોલીસ અધિક્ષકે દંડનાત્મક કાર્યવાહી કરી રૃ.૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો. જ્યારે અરજદારને ૭ દિવસમાં માહિતી પુરી પાડવાનો આદેશ કર્યો છે.
આ કેસની પ્રાપ્ત વિગત પ્રમાણે, ખેડબ્રહ્મા તાલુકાના ખેડવા ગામમાં રહેતા મણાભાઈ રતાભાઈ ગમાર સાથે વિવાદ થતાં તા.૬-૧૦-૧૮ના રોજ પોલીસ કર્મચારી દેસાઈ અને તાલુકા પંચાયતના અધિકારીઓએ માલિકને જાણ કર્યા વિના આંગણવાડી કેન્દ્રને તાળુ મારી દીધું હતું.
આ કાર્યવાહી કયા આદેશથી કરવામાં આવી હતી તે અંગેની માહિતી મેળવવા મણાભાઈ ગમારે ખેડબ્રહ્મા પોલીસ મથકે તા.૯-૧૦-૧૮ના રોજ અરજી કરી હતી.
પરંતુ, નિયત સમયમાં માહિતી ન મળતાં તેમણે સાબરકાંઠાના પોલીસ અધિક્ષક સમક્ષ ગુજરાત માહિતી અધિકાર નિયમ-૬ હેઠળ અપીલ કરી હતી. તે અંતર્ગત પોલીસ અધિક્ષક ચૈતન્ય માંડલિકે સુનાવણી બાદ ખેડબ્રહ્માના પીએસઆઈને અપીલના મુદ્દે હાજર ન રહેતા રૃ.૧૦ હજારનો દંડ કર્યો હતો. જ્યારે અરજદારને ૭ દિવસમાં માહિતી આપવા આદેશ કર્યો છે.
🖊 અરૂણોદય ન્યૂઝ🖊





No comments:
Post a Comment