*ટીવી પ્રેમીઓ માટે માઠા સમાચાર, આવતી કાલે કેબલ ઓપરેટરોની હડતાળ*
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ)એ પ્રત્યેક ચેનલ પર મહિને રૂપિયા 25થી 45 સુધી એમઆરપી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. મનોરંજન સેવા મોંઘી કરવાના નિર્ણય સામે કેબલ ઓપરેટર એસોસિયેશન ઓફ ગુજરાતે આવતી કાલે 29મી ડિસેમ્બરથી જ તમામ ચેનલો બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે.
જે વિસ્તારમાં બ્લેકઆઉટ નહિ હોય ત્યાં ઓપરેટરો બંધ કરાવવા માટે નીકળશે. આમ કેબલ ઓપરેટરોએ 29મી ડિસેમ્બરથી જ અચોક્કસ મુદ્તની હડતાળનું એલાન આપ્યું છે. જ્યાં કેબલ કનેક્શન હશે ત્યાં ગ્રાહકો ટીવી પર પે ચેનલો જોઈ નહિ શકે.
એસોસિયેશને દાવો કર્યો છે કે, આજે શુક્રવારે રાતના 12 વાગ્યાથી જ બ્લેક આઉટ કરીશું એટલે ગ્રાહકો કોઈ પણ ચેનલ જોઈ નહિ શકે. જ્યાં સુધી કેન્દ્ર સરકાર અને ટ્રાઈ મનોરંજન સેવા મોંઘી કરવાનો પોતાનો નિર્ણય પરત નહિ ખેંચે ત્યાં સુધી હડતાળ રહેશે તેવી જાહેરાત કરાઈ છે.
શહેરી વિસ્તારોમાં મહિને 300થી 350 રૂપિયા લેવામાં આવે છે જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 150થી 200 રૂપિયામાં આ સેવા મળી રહે છે. પરંતુ ટ્રાઈના નિર્ણયના કારણે મનોરંજન સેવા 800થી 1200 રૂપિયા સુધી પહોંચી જાય તેમ છે. જેમાં ર્સિવસ આપતાં કેબલ ઓપરેટરોને કંઈ જ મળવાનું નથી.
🖊 અરૂણોદય ન્યૂઝ🖊





No comments:
Post a Comment