*કાયદો / કન્ઝ્યુમર પ્રોટકશન બિલ-2018 લોકસભામાં મંજૂર, ગ્રાહકોના અધિકાર વધશે*
જિલ્લા, રાજય અને રાષ્ટ્રીય સ્તર પર સલાહકાર તરીકે ગ્રાહક સંરક્ષણ પરિષદની રચના કરવામાં આવશે
1986માં બનેલા જૂના કાયદાનું સ્થાન લેશે નવું બિલ
- ગ્રાહકો નુકશાન થવા પર મેન્યુફેકચરર, વિક્રેતાની વિરુદ્ધ દાવો કરી શકશે
નવી દિલ્હીઃ ગ્રાહકોના હિતનું રક્ષણ થાય અને તેમના વિવાદોનું ઝડપથી નિવારણ આવે તે માટે કન્ઝ્યુમર પ્રોટેકશન બિલ-2018ને ગુરૂવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. તે વર્ષ 1986માં બનેલા કાયદાનું સ્થાન લેશે. કન્ઝ્યુમર્સ એફેર્સ, ફુડ અને પ્બલિક ડિસ્ટ્રીબ્યુશનના કેબિનેટ મિનિસ્ટર રામવિલાસ પાસવાને કહ્યું કે બિલમાં આવી કોઈ જોગવાઈ નથી, જેનાથી ફેડરલ માળખાને નુકશાન થાય.
કન્ઝ્યુમર પ્રોટકશન બિલની ખાસ વાતો
1. પાસવાને કહ્યું કે રાજયોના અધિકારનો સંપૂર્ણ ખ્યાલ રાખવામાં આવ્યો છે. તેમાં કોઈ પણ પ્રકારની દખલ થશે નહિ. પાસવાને કહ્યું કે 1986થી અત્યાર સુધીની સ્થિતિમાં ઘણાં ફેરફાર આવ્યા છે. પરંતુ કાયદો જૂનો જ હતો. આ કારણે નવું બિલ લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
2. કેન્દ્રીય કન્ઝ્યુમર ઓથોરિટી બનાવવામાં આવશે. તે ગ્રાહકોના હિતોનું ધ્યાન રાખશે. તે સુરક્ષા સંબધી નોટીસ ઈસ્યુ કરી શકશે. રિફન્ડનો ઓર્ડર પણ આપી શકશે. લોકોને ભેળવતી જાહેરાતો સામે કાર્યવાહી પણ કરી શકશે.
3. ખરીદવામાં આવેલી વસ્તુથી જો ગ્રાહકને કોઈ પણ પ્રકારનું નુકશાન થયુ હશે તો તે મેન્યુફેકચરર, વિક્રેતા ક સર્વિસ પ્રોવાઈડરની વિરુદ્ધ દાવો કરી શકશે.
4. જિલ્લા, રાજય અને રાષ્ટ્રીય સ્તર પર સલાહકાર તરીકે ગ્રાહર સંરક્ષણ પરિષદની રચના કરવામાં આવશે.
5. જિલ્લા આયોગની અપીલ પર રાજય આયોગમાં સુનાવણી થશે. રાજય આયોગની અપીલ રાષ્ટ્રીય આયોગમાં કરી શકાશે. રાષ્ટ્રીય આયોગના નિર્ણયની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં સુનાવણીનો વિકલ્પ રહેશે.
6. આ અંતર્ગત વિવાદની પતાવટ માટે કમિશનની રચના કરવામાં આવશે.
7. કેન્દ્ર સરકારને જિલ્લા, રાજય કે રાષ્ટ્રીય વિવાદની પતાવટના કમીશનમાં સભ્યોની નિમણૂંક, તેમને હટાવવા કે તેમની સેવાની શરતોમાં ફેરફાર કરવો તેનો અધિકાર રહેશે.
🖊 અરૂણોદય ન્યૂઝ🖊





No comments:
Post a Comment