*સરકારનું કૌભાંડ/ ગાય માટે ઘાસચારાના નામે 50 કરોડનું કૌભાંડ: ગૌરક્ષા સમિતિ*
બે દિવસમાં હાઈકોર્ટમાં પીઆઈએલ કરાશે
ગાંધીનગરઃ ભાજપના રાજમાં ગુજરાત સરકાર દ્વારા છેલ્લાં 3 વર્ષમાં ગૌ સેવા અને ગૌચાર વિકાસ બોર્ડ દ્વારા ગૌ માતાના નામે 50 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ ભારતીય બુદ્ધિજીવી સંઘની ગૌ રક્ષા અભિયાન સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે. જેને લઈને રાજ્યના કૃષિ અને પશુપાલનમંત્રી, ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડના ચેરમેન અને વાઈસ ચેરમેન સામે પણ ગૌ રક્ષા અભિયાન સમિતિએ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. સમિતિએ કૌભાંડને લગતા તમામ જરૂરી પુરાવા એકઠા કર્યા હોવાનો દાવો પણ કર્યો હતો. તેમજ સમિતિ દ્વારા આ મુદ્દે આગામી બે દિવસમાં હાઈકોર્ટમાં પીઆઈએલ કરાશે તેવું પણ જણાવાયું હતું. આ મુદ્દે ભારતીય બુદ્ધિજીવી સંઘના રાષ્ટ્રીય મહાસચિવ ડો.કલ્યાણસિંહ ચંપાવતે જણાવ્યું હતું કે, ઘાસચારો ઉગાડવા માટે 250 ગામોમાં સરેરાશ રૂ.20 લાખ મુજબ ખોટા બિલ રજૂ કરી રૂ.50 કરોડનું બોર્ડ નિગમ દ્વારા ચુકવણું કરી કૌભાંડ કરાયું છે.
🖊 અરૂણોદય ન્યૂઝ🖊





No comments:
Post a Comment