*કાંકરિયા કાર્નિવલઃ ફેસ ડિટેકશન કેમેરાથી લઈ 2086 પોલીસ કર્મી સુરક્ષા માટે તૈયાર*
3 ડીસીપી, 7 એસીપી,31 પીઆઇ,100 પીએસઆઇ,1296 પોલીસ કોન્સ્ટેબલ સુરક્ષા માટે સજ્જ
મહિલાઓની સુરક્ષા માટે ખાસ એન્ટી રોમિયો સ્ક્વોડ અને 190 મહિલા કોન્સ્ટેબલ
અમદાવાદઃ 25થી 31 ડિસેમ્બર સુધી યોજાનારા કાંકરિયા કાર્નિવલની સુરક્ષાને લઈ પોલીસે એક્શન પ્લાન ઘડ્યો છે. આ કાર્નિવલમાં કોઇ દારુ પીને કે નશાની હાલતમાં પ્રવેશતો જોવા મળે તો તેના માટે બ્રેથ એનાલાઇઝર સાથે પોલીસની ટીમ તૈનાત રહેશે. બીજી તરફ પોલીસે આ વખતે પહેલીવાર ફેસ ડિટેકશન કેમેરા મુકવાનો પણ નિર્ણય કર્યો છે. જેમાં 30 હજાર જેટલા ગુનેગારોનો ડેટા ફીડ કર્યો છે. જેમાંથી કોઇ વ્યક્તિ કાર્નિવલમાં દેખાશે ત્યારે તેનું એલર્ટ તુરંત જ પોલીસ કંટ્રોલ રુમમાં મળશે. આ કાર્યક્રમની સુરક્ષાને લઈ 2086 પોલીસ કર્મી સુરક્ષા માટે સજ્જ થઈ ગયા છે.
🖊 અરૂણોદય ન્યૂઝ🖊





No comments:
Post a Comment