*આરટીઓમાં તા. 26થી તમામ પેમેન્ટ ઓનલાઇન*
ભ્રષ્ટાચાર નાથવા લેવાયેલું પગલું
ડીજીટલ ઇન્ડીયાના ભાગરૂપે સરકારી કચેરીઓમાં પેમેન્ટ પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી રહી છે. જેમાં સુરેન્દ્રનગર એઆરટીઓ પણ ઓનલાઇન થવા જઇ રહી છે. તા. 26 ડીસેમ્બરથી તમામ પ્રકારના પેમેન્ટ ઓનલાઇન સ્વીકારવામાં આવનાર હોવાનું જાહેર કરાયુ છે.
દેશની તમામ સરકારી કચેરીઓમાં ઓનલાઇન પેમેન્ટ સીસ્ટમ અમલી કરી સરકાર ડીજીટલ ઇન્ડિયાના પ્રયોગને સફળ બનાવવા તરફ છે. જેમાં ભ્રષ્ટાચારનું ઘર ગણાતી આરટીઓ કચેરીઓમાં હજુ સુધી ઓનલાઇન પેમેન્ટ સીસ્ટમ ન હતી. ત્યારે ભ્રષ્ટાચાર નાથવા માટે સરકારે આરટીઓ કચેરીમાં પણ આ પ્રથા અમલમાં મૂકી છે. સુરેન્દ્રનગર એઆરટીઓ કચેરીમાં તા. 26 ડિસેમ્બરથી કોઇપણ અરજદારનું ઓફલાઇન પેમેન્ટ લેવામાં ન આવનાર હોવાનું જાહેર કરાયુ છે. વાહન ટ્રાન્સફર, એચપીએ, ડીઆરસી, પાસીંગ, રી-પાસીંગ સહિતના તમામ પેમેન્ટ સરકારની વેબસાઇટ parivahan.gov.in પર ઓનલાઇન ભરી અરજદારોએ નિયત તારીખે સુરેન્દ્રનગર એ આરટીઓ કચેરીએ આવવાનું રહેશે.
🖊 અરૂણોદય ન્યૂઝ🖊





No comments:
Post a Comment