WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Saturday, December 22, 2018

ગમખ્વાર અકસ્માત / સુરતથી ડાંગ સબરીધામ ફરવા ગયેલા 70 વિદ્યાર્થીઓની બસ 300 ફુટ ઊંડી ખીણમાં ખાબકી, 8ના મોત

*ગમખ્વાર અકસ્માત / સુરતથી ડાંગ સબરીધામ ફરવા ગયેલા 70 વિદ્યાર્થીઓની બસ 300 ફુટ ઊંડી ખીણમાં ખાબકી, 8ના મોત*

Updated - Dec 22, 2018

સુરતના અમરોલીમાં ખાનગી ટ્યુશનમાં ભણતાં વિદ્યાર્થીઓ ડાંગમાં ફરવા ગયા હતા

 *ડ્રાઈવરે સ્ટીયરીંગ પર કાબૂ ગુમાવતા બસ ખીણમાં ખાબકી*

 *સુરતઃ* શહેરના અમરોલીની ખાનગી ટ્યુશન ક્લાસની બસ ખીણમાં ખાબકી છે, જેમાં 8 વિદ્યાર્થીના મોત થયા છે. 70થી વધુ વિદ્યાર્થીઓ આ બસમાં સવાર હતા. ઘાયલ થયેલા વિદ્યાર્થીઓને સુરત અને આહવાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુંસાર મૃત્યુંઆંક હજુ વધવાની શક્યા છે. બસ હજું પણ ખીણમાં ફસાયેલી છે.
 *બસમાં લગભગ 70 થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા*

હાલ ઘટનાની ગંભીરતાને જોતા તાપી જિલ્લા અને ડાંગ જિલ્લાનું તંત્ર દોડતું થયું છે. બચાવ ટૂકડીઓ પહોંચીને રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે, બસમાં 70 થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા.

* *ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓની યાદી*

*શ્વેતા રાજેશ સાગરિયા (12 વર્ષ)
*જયસિંગ મહેન્દ્ર પરમાર (15વર્ષ)
*રવું ઈશ્વર પટેલ (9વર્ષ)
*જયેશ મુકેશ પ્રજાપતિ (10વર્ષ)
*દિવ્યેશ સોલંકી (6વર્ષ)
*પંકજ વણકર (12વર્ષ)
*દેવ સોલંકી (13વર્ષ)
*ઊર્મિલાબેન નગીનભાઈ પટેલ (57વર્ષ)
*દિવ્યા ભૂતવર (8વર્ષ)
*આ તમામ ને સુબી લોકેશની 108માં આહવા સિવિલ ખસેડાયા

બસ વળાંકમાં ડ્રાઈવરની ભૂલથી ખાડીમાં ઉતરી ગઈ હતી અને લગભગ 250થી 300 ફૂટ નીચે વાસમાં ઝાડમાં ફસાઈ ગઈ છે. હાલ ફાયર ફાઈટરની ટિમ કામ કરી રહી છે. બસની પાછળ સિરોહી ટ્રાવેલર્સ લખ્યું છે. હજી વાસના ઝાડ ઉપર ફસાયેલી બસમાં અનેક બાળકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરી છે.
                   🖊🖊 અરૂણોદય ન્યૂઝ🖊🖊

No comments:

Post a Comment

Total Pageviews