WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Monday, December 31, 2018

31 ડિસેમ્બરની મધરાત સુધીમાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડ બદલાઈ રહ્યા છે.


*છેલ્લો દિવસ/ EMVવાળા ATM કાર્ડનો આજે છેલ્લો દિવસ, કાલથી થશે બ્લોક*

નેશનલ ડેસ્કઃ ગત સપ્ટેમ્બરમાં રિઝર્વ બેન્કે જાહેર કરેલ સુચના મુજબ 31 ડિસેમ્બરની મધરાત સુધીમાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડ બદલાઈ રહ્યા છે. મોટાભાગની બેન્કો દ્વારા અત્યાર સુધી વપરાશમાં લેવાતાં કાર્ડમાં બ્લેક કલરની મેગ્નેટિક સ્ટ્રિપના ડિકોડિંગ વડે ટ્રાન્જેક્શન થતા હતા. હવે એ કાર્ડ રદ કરી દેવામાં આવ્યા છે અને તેના સ્થાને મોબાઈલના સિમકાર્ડ જેવી EMV ચિપ ફરજિયાત થઈ રહી છે. SBI સહિત દરેક બેન્કોએ પોતાના કસ્ટમરને નવા કાર્ડ ઈસ્યુ કરી દીધા છે, પરંતુ હજુ પણ અડધો-અડધ કાર્ડ એક્ટિવેટ થયા નથી આથી 1 જાન્યુઆરીથી ઓનલાઈન ટ્રાન્જેક્શનમાં ખાસ્સો ઘટાડો થવાની શક્યતા જોવાઈ રહી છે.

શા માટે કાર્ડ બદલવા પડ્યા?

1.


અત્યાર સુધી વપરાતાં કાર્ડમાં પાછળની બાજુએ કાળા રંગની મેગ્નેટિક સ્ટ્રિપ હતી, જેમાં ગ્રાહકના એકાઉન્ટની વિગતો સમાયેલી હતી. આ ભાગ મશીનમાં ઘસવાથી કમ્પ્યૂટર પ્રોગ્રામ દ્વારા તેને ડિકોડ કરીને ટ્રાન્જેક્શન થઈ શકતા હતા.



પરંતુ આ કાર્ડની મર્યાદા એ હતી કે સ્વાઈપ મશીન વગર પણ મેગ્નેટિક સ્ટ્રિપ ડિકોડ કરવી બહુ આસાન હતી. આથી ઓનલાઈન ટ્રાન્જેક્શનમાં છેતરપીંડીનું પ્રમાણ ખાસ્સું ઊંચું બન્યું હતું. આથી રિઝર્વ બેન્ક દ્વારા EVM ચિપ ફરજિયાત બનાવવામાં આવી.


શું છે EMV ચિપ?

2.

EMV કાર્ડને ચિપ કાર્ડ અથવા IC કાર્ડ પણ કહેવામાં આવે છે. આ કાર્ડમાં ડાબી બાજુ મોબાઈલના સિમકાર્ડ જેવી ચીપ હોય છે, જેમાં એકાઉન્ટ સંબંધિત માહિતી એન્ક્રિપ્ટેડ કરેલ હોય છે.


મેગ્નેટિક સ્ટ્રિપ પરની માહિતી ડિકોડિંગથી જાણી શકાય છે, પરંતુ EMV ચિપ પરની માહિતી એન્ક્રિપ્ટેડ (સાંકેતિક) હોવાથી ડિકોડ કર્યા પછી પણ તેને ઉકેલવા માટે ખાસ પ્રકારનું (બેન્કિંગનું) પ્રોગ્રામિંગ હોવું જોઈએ. આથી મેગ્નેટિક સ્ટ્રિપની સરખામણીએ EMV ચિપ વધુ ભરોસાપાત્ર ગણાય છે.



સુરક્ષા અંગે ત્રણ મોટી ક્રેડિટ કાર્ડ કંપની યુરો-પે, માસ્ટરકાર્ડ અને વિઝા દ્વારા સ્વિકૃત હોવાથી આ કાર્ડ EMV તરીકે ઓળખાય છે.

નવું કાર્ડ ન મળ્યું હોય તો શું કરશો?

3.


મોટાભાગની બેન્કોએ પોતાના કસ્ટમર્સને નવા કાર્ડ મોકલાવી દીધા છે. આમ છતાં હજુ ય નવું કાર્ડ ન મળ્યું હોય તો સંબંધિત બેન્કમાં જઈને પાસબુક તેમજ જૂનું કાર્ડ રજૂ કરીને એક ફોર્મ ભરવાથી નવું કાર્ડ મેળવી શકાશે.


જેમને કાર્ડ મોકલી દેવાયા છે તે પૈકી 50 ટકાથી વધુ કાર્ડ હજુ પુરતી માહિતીના અભાવે હજુ એક્ટીવેટ થયા નથી. નવા કાર્ડને એક્ટિવેટ કરાવવા માટે પણ બેન્કનો સંપર્ક સાધી શકાય છે.

🖊 અરૂણોદય ન્યૂઝ🖊 ફરીદ ખાન ચૌહાણ🖊

No comments:

Post a Comment

Total Pageviews