*અકસ્માત/ ભચાઉના ચીરઈ નજીક કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, 10 લોકોના મોત*
*ભચાઉઃ* ભચાઉ-કંડલા હાઈવે પર કાર અને બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમા 10 લોકોના મોત થયા છે બે ટ્રેલર વચ્ચે કાર ફસાઈ ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુંસાર ભચાઉથી મીઠુ ભરેલું ટ્રેલર કંડલા તરફ જઈ રહ્યું હતું ત્યારે અચાનક ટાયર ફાટતા ટ્રેલર પલટી ખાઈને ડિવાઈડર કૂદીને સામેના રોડ તરફ જતી કાર પર પડ્યું હતું. કારની પાછળ સિમેન્ટ ભરેલું બીજુ ટ્રેલર આવતું હતું આમ કાર આ બે ટ્રેલર વચ્ચે ફસાઈ ગઈ હતી.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભચાઉ અકસ્માતમાં મૃત્યુ પામેલા 10 કમનસીબ વ્યક્તિઓના પરિવારજનોને સાંત્વના પાઠવી છે. આ ઘટના અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી છે. તેમણે અકસ્માતમાં ઘવાયેલાઓની સારવાર તેમજ મૃતકોના મૃતદેહોની જરૂરી વ્યવસ્થા માટે જિલ્લા કલેક્ટરને તાત્કાલિક આદેશો આપ્યા છે.
મૃતકોના નામ
1.અશોકભાઈ ગિરધારીલાલ કોટીયા (ઉ.વ.44)
2.પૂનમબેન રમેશભાઈ કોટીયા (ઉ.વ.40)
3. નિર્મલાબેન રમેશભાઈ કોટીયા (ઉ.વ.38)
4. નંદિનીબેન અશોકભાઈ કોટીયા (ઉ.વ.16)
5. તૃપ્તીબેન અશોકભાઈ કોટીયા (ઉ.વ.16)
6. મોનિકાબેન દિનેશભાઈ કોટીયા (ઉ.વ.15)
7. મોહિત રમેશભાઈ કોટીયા (ઉ.વ.10)
8. ભવ્ય અશોકભાઈ કોટીયા (ઉ.વ.12)
9. હિતેશભાઈ સુનિલભાઈ (ઉ.વ.20)
10. સર્જન સુનિલભાઈ કોટીયા (ઉ.વ.18)
🖊 અરૂણોદય ન્યૂઝ🖊 ફરીદ ખાન ચૌહાણ🖊







No comments:
Post a Comment