WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Tuesday, December 11, 2018

5 રાજ્યોના પરિણામોથી ગુજરાત ભાજપના નેતાઓ ફફડ્યાં,

*પેટા ચૂંટણીઃ 5 રાજ્યોના પરિણામોથી ગુજરાત ભાજપના નેતાઓ ફફડ્યાં, જસદણમાં નવી વ્યૂહરચના*

પાંચ રાજ્યના પરિણામોની સીધી અસર જસદણ વિધાનસભાની પેટાચૂંટણી પર પડે તો ગુજરાત ભાજપની શાખ બગડશે

નરેન્દ્ર મોદી અને અમિત શાહના ગૃહરાજ્ય ગુજરાતમાં કેબિનેટ મંત્રી ચૂંટણી હારી જાય તો મોદી-શાહની શાખ પણ બગડે તેમ છે *જસદણમાં વધુ જોર લગાવવા માટે નવેસરથી પ્રચાર અને મતદાનની વ્યૂહરચના ઘડવા માટે બેઠકોનો દોર **અમદાવાદઃ**પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોથી ફફડી ઉઠેલા ગુજરાત ભાજપના નેતાઓએ હવે જસદણમાં જોર લગાવવા માટેની નવી વ્યૂહરચના ઘડવાનું શરૂ કર્યું છે, કેમકે પાંચ રાજ્યો બાદ જસદણની પેટાચૂંટણી માત્ર ગુજરાત ભાજપ જ નહીં નરેન્દ્ર મોદી અને અમિત શાહની શાખનો સવાલ બની જશે. પરિણામોની સીધી અસર જસદણ પેટાચૂંટણી પર પડે તો ગુજરાત ભાજપની શાખ બગડશે.


ગત ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 20 વર્ષમાં સૌથી ઓછી બેઠકો(99) મળી હતી, માત્ર એટલું જ નહીં જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બાવળિયા લડી રહ્યા છે. તો બીજી બાજુ આજે જાહેર થયેલા પાંચ રાજ્યોના પરિણામો ભાજપની વિપરીત આવ્યા છે, ત્યારે આ પાંચ રાજ્યના પરિણામોની સીધી અસર જસદણ વિધાનસભાની પેટાચૂંટણી પર પડે તો ગુજરાત ભાજપની શાખ બગડશે.
 *જસદણનો જંગ જીતવા ભાજપ હાઈકમાન્ડ માર્ગદર્શન આપી શકે છે*
તેની સાથે સાથે નરેન્દ્ર મોદી અને અમિત શાહના ગૃહરાજ્ય ગુજરાતમાં કેબિનેટ મંત્રી ચૂંટણી હારી જાય તો મોદી-શાહની શાખ પણ બગડે તેમ છે. જેને કારણે ગુજરાત ભાજપના નેતાઓ ફફડી ઉઠ્યાં છે. આથી જસદણમાં વધુ જોર લગાવવા માટે નવેસરથી પ્રચાર અને મતદાનની વ્યૂહરચના ઘડવા માટે બેઠકોનો દોર શરૂ કરી રહ્યા છે. જેમાં હવે જસદણનો જંગ જીતવા માટે ભાજપ હાઈકમાન્ડ પણ સીધુ માર્ગદર્શન આપી શકે છે.
🖊🖋 *અરૂણોદય ન્યૂઝ* 🖊🖋 *ફરીદખાન ચૌહાણ*

No comments:

Post a Comment

Total Pageviews