*ઠગાઇઃ કરોડોની છેતરપિંડીમાં મુખ્ય સૂત્રધાર ગમે તે હોય પડદા પાછળનો ખેલાડી મુકેશ કટારા*
મુકેશ કટારા સામે બે કેસમાં ફરિયાદ થઇ ચૂકી છે અને ત્રીજામાં નોંધવાની તૈયારી છે
તાજેતરમાં જામીન પર છૂટ્યા બાદ અશોક જાડેજાએ આચરેલા નવા કૌભાંડ મુકેશ કટારાની ધરપકડ *વિનય શાહની કથિત ઓડિયો ક્લિપમાં પણ મુકેશ કટારાના નામનો ઉલ્લેખ*અમદાવાદઃ રાજ્યના અનેક શહેરોમાં લાલચ આપી લોકોને ઠગતી ગેંગમાં મુખ્ય સૂત્રધાર ભલે ગમે તે હોય,પણ એની પાછળ ભેજાંબાજ અને સહ આરોપી તરીકે મુકેશ કટારા છે. છેલ્લા ત્રણ વર્ષમાં મલ્ટી લેવલ માર્કેટિંગ કંપનીઓમાં રોકાણ કરાવી છેતરપિંડી આચરવાના આરોપસર મુખ્ય માલિક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અત્યાર સુધીમાં થયેલી કરોડોની છેતરપિંડીમાં મુકેશ કટારાની સીધી કે આડકતરી સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.
રેનમુદ્રા સર્વિસિઝના નામે છેતરપિંડી કરતા ધરપકડ થઇ હતી
વર્ષ 2016માં નવરંગપુરામાં રેનમુદ્રા સર્વિસિઝ નામની કંપની ખુલી હતી, જેમાં લોકોને આઇડી ખોલાવીને એપ્લીકેશન ડાઉનલોડ કરી રૂપિયા કમાવાની લાલચ આપી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ કેસમાં તેની ધરપકડ થઇ હતી.
(નારાજગીઃ રેશ્મા પટેલ બોલી-હું ખોટી ડિસીપ્લીનમાં નહીં રહી શકું, એ લોકોને અભિમાન કેટલું છે)
કટારાની કયા કયા કેસમાં સંડોવણી
વર્ષ-2016
કંપની-રેન મુદ્રા સર્વિસિસ
રોલ- લોકોને છેતરવા લાલચ આપવી
ફરિયાદ- નવરંગપુરા પોલીસ સ્ટેશન
વર્ષ-2018
કંપની- આર્ચરકેર LLP
રોલ- આરોપી વિનય શાહ પાસેથી રૂપિયા પડાવ્યાનો આરોપ (ઓડિયો કલીપ)
વર્ષ-2018
કંપની- બ્લૂ ડાયમંડ ટ્રેડિંગ
રોલ- અશોક જાડેજા સાથે મળી લોકોને છેતરવા લાલચ આપવી
ફરિયાદ- અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ
વર્ષ-2018
કંપની-ડ્રીમ પેસિફિક
રોલ- લોકોને છેતરવા લાલચ આપવી
ફરિયાદ- નવરંગપુરા પોલીસ સ્ટેશન (અરજી)
ડ્રીમ પેસિફિકના નામે છેતરપિંડી મામલે ફરિયાદ નોંધાશે
ડ્રીમ પેસિફિક કંપની દ્વારા કરવામાં આવેલી છેતરપિંડી મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એચ.બી. પટેલએ DivyaBhaskar.Comને જણાવ્યું કે ડ્રીમ પેસિફિક કંપની સામે અરજી મળી છે, અને અરજીકર્તાને બોલાવ્યો છે. ટૂંક સમયમાં મુકેશ કટારા સામે ફરિયાદ નોંધવામાં આવશે.
🖊🖋 અરૂણોદય ન્યૂઝ🖊🖋

No comments:
Post a Comment