WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Tuesday, December 25, 2018

50 ટકા વધારાે કરવાનું વચન સરકાર પાળતી ના હોવાના આક્ષેપો


*આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયનની પગાર વધારા મામલે વહીવટી તંત્રને રજૂઆત*

50 ટકા વધારાે કરવાનું વચન સરકાર પાળતી ના હોવાના આક્ષેપો

બનાસકાંઠા જિલ્લામાં હેલ્થ વિભાગમાં આશા ફેસીલાટર તરીકે ફરજ બજાવતી બહેનોએ ગુજરાત સરકાર દ્વારા આશા વર્કર અને આશા ફેસીલેટર બહેનોનુ શોષણ કરાઈ રહ્યાના ગંભીર આક્ષેપ સાથે બનાસકાંઠાના ચીટનીસ કલેકટરને આવેદન આપીને પગાર વધારો કરવા માંગ કરાઇ છે.
આશા ફેસીલેટર બહેનોએ આવેદનપત્રમાં જણાવાયુ છે કે સરકાર દ્વારા ઓકટોમ્બરના 50 ટકા વધારાનુ આપેલ વચન ગુજરાત સરકાર પાળતી નથી. દેશના કેટલાક રાજયોમાં આશા વર્કરોને 4000થી7000 રુ.અને ફેસીલેટર ને 7000થી 7000 રૂ.નો ફીકસ પગાર આપવામા આવે છે. ત્યારે ગુજરાત સરકાર ફીકસ પગાર ચુકવતી નથી. તેમજ કાયમી પણ કરવામાં આવતા નથી. જાહેર કરાયેલા વધારામાં એન.એચ.એમ.પ્રોજેકટના 3600 ફેસીલેટર બહેનોને બાકાત રખાયાના આક્ષેપ કરાયા છે.
ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયનનાં મંત્રી અશોક સોમપુરા અને પૂષ્પાબેન પરમાર, ભૂમિકાબેન પંડયાની સંયુકત યાદીમાં જણાવાયુ છે કે ગુજરાત સરકારના હેલ્થ મંત્રી અને આરોગ્ય કમિશ્નર ઓફીસ દ્વારા 1લી ઓકટોમ્બરના રોજ લેખિત  તા. 21 ઓકટોમ્બરના રૂબરૂ મુલાકાતમાં નાયબ મુખ્યમંત્રીએ હેલ્થ વિભાગમા કામ કરતા આશા ફેસીલેટર બહેનોના ભથ્થામાં રાજય સરકારના ફંડમાંથી 50 ટકા મળતા રુ.4000 વધારો ચુકવવા ખાત્રી આપી હતી પણ તેનુ પાલન કરાતુ નથી.
ગુજરાત સરકાર આશા વર્કર અને ફેસીલેટર બહેનો પાસેથી લાંબી સેવા લેવામાં આવેછે છતાં પણ આશા વર્કર અને ફેસીલેટર બહેનોને ફીકસ પગાર આપવાનો ઇન્કાર કરાઈ રહ્યો છે.  માત્ર 2000 થી 4000 રુપિયા જેટલુ ઇન્સેન્ટીવ આપેછે.
ગુજરાતની 37,500 આશા વર્કર અને 3,500 ફેસીલેટર બહેનોનુ શોષણ કરાઇ રહ્યાના આક્ષેપ કર્યા છે. આ બાબતનો અંત લાવવા તેમજ અન્ય ૯ જેટલી લાંબા સમયની પડતર માંગણી ઓ માટે આજે કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.
                     🖊 અરૂણોદય ન્યૂઝ🖊

No comments:

Post a Comment

Total Pageviews