*તુવેર કૌભાંડ/ માણાવદર ગોડાઉનના તુવેરમાં માટી-કાંકરા મળતાં રાજકોટના વેપારીનો ડિલિવરીનો ઈન્કાર*
*Updated - Dec 08, 2018, 01:19 PM*
મગફળી બાદ હવે તુવેરની ખરીદીમાં પણ મોટું કૌભાંડ આચરાયું હોવાની ઘટના પ્રકાશમાં આવી
રાજકોટના વેપારીએ નાફેડ પાસેથી 85 ટકા તુવેરની ખરીદી કરી છે
* મગફળી બાદ તુવેરમાં માટી અને કાંકરા નિકળ્યા
* વેપારીએ 85 ટન ખરીદ્યા બાદ માણાવદર ગોડાઉને લેવા જતાં ખરાબ માલ જોઇ લેવાની ના પાડી દીધી
* વેપારીએ સારો માલ લેવા અથવા તો પૈસા રિફન્ડ માંગતાં આખી ઘટના પ્રકાશમાં આવી
* વેપારીએ 85 ટન ખરીદ્યા બાદ માણાવદર ગોડાઉને લેવા જતાં ખરાબ માલ જોઇ લેવાની ના પાડી દીધી
* વેપારીએ સારો માલ લેવા અથવા તો પૈસા રિફન્ડ માંગતાં આખી ઘટના પ્રકાશમાં આવી
*જૂનાગઢ* : મગફળી બાદ હવે તુવેરની ખરીદીમાં પણ મોટું કૌભાંડ આચરાયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. માણાવદર ગોડાઉને તુવેરની ડિલિવરી લેવા ગયેલા વેપારીએ બોરીઓમાં માટી-કાંકરા અને હલકી ગુણવત્તાનો માલ જોતાં ડિલિવરી લેવાની ના પાડી ઈન્કાર કર્યો હતો. તેણે સારો માલ લેવા અથવા તો પૈસા રિફન્ડ માંગતાં આખી ઘટના પ્રકાશમાં આવી છે.
*ટેકાના ભાવે ખરીદાયેલી તુવેરને ગોડાઉનોમાં રખાઈ*
- ખેડૂતો પાસેથી ટેકાનાં ભાવે મગફળીની માફક જ તુવેરની ખરીદી કરવાની નીતિ પણ સરકારે નક્કી કરી હતી
- તુવેરની ખરીદી કરી નાફેડ દ્વારા માલને ગોડાઉનોમાં ભરવામાં આવ્યો હતો
- બાદમાં વેપારીઓ પાસેથી પૈસા લઇ તેઓને ડિલિવરી માટે વિવિધ ગોડાઉને મોકલી અપાયા હતા
- રાજકોટનાં વેપારી દિપકભાઇ નથવાણીને માણાવદરનાં કુલદિપ ગોડાઉને રખાયેલા તુવેરનો જથ્થો ફાળવાયો હતો
- પરંતુ દિપકભાઇ આ જથ્થો ભરવા પહોંચ્યા ત્યારે તેમને તુવેરની બોરીઓમાં કાંકરા, માટી અને અત્યંત નબળી ગુણવત્તાની તુવેર જોવા મળી
- માલ ઉપાડવાની ના પાડી અને નાફેડનાં અધિકારીઓનો સંપર્ક સાધ્યો
- નાફેડનાં અધિકારીઓએ મંગળવાર સુધીમાં સારો માલ આપવા અથવા પૈસા રિફન્ડની ખાતરી આપી

*85 ટન તુવેર માટે 35 લાખ ચૂકવ્યા છે : વેપારી*
વેપારી દિપકભાઇ નથવાણીએ જણાવ્યું હતું કે, મેં નાફેડ પાસેથી 85 ટકા તુવેરની ખરીદી કરી છે. આ માટે 35 લાખ પહેલાં જ ભરી દીધા છે. માલ સારો નહોતો એટલે મેં નાફેડની ડિસ્ટ્રિક્ટ ઓફિસનાં મેનેજરને ફોન કર્યો. તેમણે મને મંગળવાર સુધીમાં સારો માલ આપવાની અથવા પૈસા રિફન્ડની ખાતરી આપી છે.
*અરૂણોદય ન્યૂઝ*
*અરૂણોદય ન્યૂઝ*

No comments:
Post a Comment