*મહિલાના મોતને પગલે અમીરગઢ સામુહિક કેન્દ્ર પોલીસ છાવણીમાં ફેરવાયું*
*08/12/2018*
કુટુંબ નિયોજનના ઓપરેશન દરમ્યાન મહિલાનું મોત થતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે.શુક્રવારે શસ્ત્રક્રિયા દરમ્યાન આદિવાસી મહિલાનું મોત થયું હતું.
*08/12/2018*
કુટુંબ નિયોજનના ઓપરેશન દરમ્યાન મહિલાનું મોત થતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે.શુક્રવારે શસ્ત્રક્રિયા દરમ્યાન આદિવાસી મહિલાનું મોત થયું હતું.
સાસરિયા બાદ પિયર પક્ષના લોકોએ પણ મહિલાની લાશ લેવાનો ઇન્કાર કરતાં તંગદિલી ભર્યો માહોલ છવાઈ જવા પામ્યો છે.
આ ઘટનાના પગલે સીએચસી પર આદિવાસી લોકોના ટોળાં ઉમટી પડતાં ઉત્તેજના વ્યાપી ગઈ છે.જેના પગલે અમીરગઢ પોલીસે સ્ટેન્ડ ટુ થઇ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. જેથી હોસ્પિટલ સંકુલ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. પોલીસે મૃતકના સ્વજનોને મનાવી સમાધાનના પ્રયાસો હાથ ધર્યા છે. જયારે મૃતક મહિલાના પરિવારજનો ઓપરેશનમાં બેદરકારી દાખવનાર તબીબ સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
અરૂણોદય ન્યૂઝ

No comments:
Post a Comment