WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Wednesday, December 26, 2018

સરકાર ખેડૂતો અને બેરોજગારોને દર મહીને આપશે આટલો પગાર, ચૂંટણી પહેલાં નિર્ણય !


*સરકાર ખેડૂતો અને બેરોજગારોને દર મહીને આપશે આટલો પગાર, ચૂંટણી પહેલાં નિર્ણય !*

દેશભરની જનતાને 2019ની સામાન્ય ચૂંટણી પહેલા એક મોટી ભેટ આપવા માટે મોદી સરકાર યુનિવર્સલ બેઝિક ઈન્કમ(UBI)ને લાગુ કરવાની યોજના બનાવી રહી છે. એટલુંજ નહિં  આ મામલે આગામી કેબિનેટ બેઠક કે જે દિલ્હીમાં 27મી ડિસેમ્બરે મળવાની છે તેમાં ચર્ચા કરવામાં આવશે તેમ પણણ જાણવા મળ્યું છે. UBI લાગુ થવાથી દેશના બેરોજગારોને મોટો ફાયદો થશે.  જો કે અત્યારે કેટલાક રાજ્યોમાં આ યોજના અમલમાં છે.
યોજનાના મોડલ પર ચર્ચા થવાની સંભાવના
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કેટલાંક રાજ્યોમાં ખેડૂતો માટે ચાલી રહેલી આ યોજનાના મોડલ પર કેબિનેટમાં ચર્ચા થઈ શકે છે. સાથે જ આ યોજનાને કેવી રીતે અને ક્યારે દેશભરમાં લાગુ કરવામાં આવે તે વિશે પણ ચર્ચા-વિચારણા થઈ શકે છે. સરકાર તરફથી રજૂ થનારા વચગાળાના બજેટમાં તેનું માળખું રજુ કરવામાં આવશે. વર્ષ 2019માં યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલાં મતદારોને રિઝવવા માટે સરકાર દ્વારા આ જાહેરાત કરાય તેમ માનવામાં આવી રહ્યું છે.
કેન્દ્ર સરકારે આ અંગે તમામ મંત્રાલય પાસેથી સુચનો મંગાવ્યા છે કે આ યોજના માત્ર ખેડૂતો માટે જ લાગુ કરવી કે પછી તમામ પ્રકારના (બેરોજગારો અને ખેડૂતો)ને તેના દાયરામાં લાવવા તે વિશે વિચારણા ચાલી રહી છે. સરકાર આ મામલે એક પેનલની પણ રચના કરે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
શું છે યુનિવર્સલ બેઝિક ઈનકમ સ્કીમ
જો સરકાર તરફથી ‘યુનિવર્સલ બેઝિક ઈનકમ-UBI’ની યોજના લાગુ કરવામાં આવે તો તેનાથી દેશના દરેક બેરોજગાર નાગરિકને લાભ થાય. તેમના ખાતામાં એક ચોક્કસ રકમ કોઈ પણ પ્રકારની શરત વગર જમા કરવામાં આવશે. જેની મદદથી તેની પાયાની જરૂરિયાતો પુરી કરવામાં પરિવારને મદદ મળશે. સરકાર આ યોજના પર છેલ્લા બે વર્ષથી કામ કરી રહી છે. હવે તેની અમલવારી વિષે વિચારણા હાથ ધરવામાં આવી છે.
 નાણામંત્રી અરૂણ જેટલી ફેબ્રુઆરી-2019ના વચગાળાના બજેટમાં યુનિવર્સલ બેઝિક ઈનકમ યોજનાની જાહેરાત કરે તેવી સંભાવના દર્શાવાયી છે. સરકાર દેશના 20 કરોડ લોકોને આ યોજના થકી લાભાન્વિત કરશે તેમ પણ જાણવા મળ્યું છે.

                            🖊અરૂણોદય ન્યૂઝ🖊

No comments:

Post a Comment

Total Pageviews