*ભ્રષ્ટાચાર/ મહેસુલ વિભાગ ભ્રષ્ટાચારથી ખદબદે છે,પોલીસ બીજા ક્રમે: CM રૂપાણી*
રૂપાણીના નિવેદન બાદ તેમની જ સરકારના જ મંત્રીઓ શંકાના દાયરામાં
પહેલા બાબુઓ લાંચ માંગતા શરમાતા હતા
આજે ચા-પાણીના નામે ભ્રષ્ટાચાર સ્વીકૃત બન્યો છે’
અમદાવાદ: ગુજરાત સરકારમાં ભ્રષ્ટાચારથી ખદબદતું કોઇ ખાતું હોય તો તે મહેસુલ ખાતું છે બીજા ક્રમે પોલીસ ખાતું છે એવી કબૂલાત રાજયના CM વિજય રૂપાણીએ કરી છે. વર્તમાન મહેસુલ મંત્રી કૌશીક પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે હું મહેસુલ મંત્રી બન્યો તે પહેલાં મહેસુલ વિભાગમાં ભ્રષ્ટાચાર ચાલતો હતો.
અમદાવાદ ખાતે ઓનલાઇન N.A (નોન એગ્રીકલ્ચર) પ્રમાણપત્રના વિતરણ માટે યોજાયેલ કાર્યક્રમમાં CMએ કહ્યું હતું કે આ બંને વિભાગમાં ભ્રષ્ટાચાર કંઇ રીતે નાબૂદ કરવો એ મોટો પડકાર છે.સત્તાધારીઓ ભ્રષ્ટાચારી બને અને ભ્રષ્ટાચાર સત્તાધારીઓમાં ફેલાય તે બંને એક જ વાત છે પણ અમારી સરકાર વિવિધ યોજનાઓમાં ઓનલાઇન સિસ્ટમ કરીને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા પ્રયત્નશીલ છે.
‘આજે ચા-પાણીના નામે ભ્રષ્ટાચાર સ્વીકૃત બન્યો છે’
એવા પણ દિવસો હતા કે બાબુઓ લાંચ માંગતા શરમાતા હતા પરંતુ હવે તો ચા-પાણીના નામે સર્વવ્યાપક અને સિસ્ટમનો એક ભાગ બની ગયો છે તેવું CM રૂપાણીએ કહ્યું છે.અને વધુમાં કહ્યું કે અધિકારીઓ હવે એમ પણ કહે છે કે સાહેબ અમે તમારૂ કામ કર્યુ તો અમારૂ કંઇ જુવો અમારે ઘરે બયરી-છોકરા છે.
મેં મહેસુલ વિભાગમાં સાફ સફાઈ કરી નાખી: કૌશિક પટેલ
આ અંગે મહેસુલ મંત્રી કૌશીક પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે હું મહેસુલ મંત્રી બન્યો તે પહેલાં મહેસુલ વિભાગમાં ભ્રષ્ટાચાર ચાલતો હતો હું મંત્રી બન્યા બાદ મેં મહેસુલ વિભાગમાં સાફ સફાઈ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ મહેસુલ મંત્રી તરીકે ભુપેન્દ્રસિંહ ચુડાસમા હતા તો આડકતરી રીતે નિશાનતાક્યું હતું.
22 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન,મહેસુલ વિભાગમાં ભ્રષ્ટાચાર કોનો?
મહેસુલમંત્રી કૌશિક પટેલના દાવા પ્રમાણે અગાઉ મહેસુલ વિભાગમાં ભ્રષ્ટાચાર ચાલતો હતો તો અગાઉ પણ ભાજપના મંત્રીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાનો આડકતરી રીતે આક્ષેપ કર્યો છે શું અગાઉના મહેસુલ મંત્રીઓ ભ્રષ્ટાચાર કરતા હતા કે કેમ?
🖊 અરૂણોદય ન્યૂઝ🖊





No comments:
Post a Comment