*પાલનપુર પાલિકાએ સોમવારે શહેરના પશ્ચિમ વિસ્તાર એરોમા સર્કલ નજીક આવેલા સર્કિટ હાઉસ આજુબાજુ દબાણ ઝુંબેશ હાથ ધરી...*
પાલનપુર પાલિકાએ સોમવારે શહેરના પશ્ચિમ વિસ્તાર એરોમા સર્કલ નજીક આવેલા સર્કિટ હાઉસ આજુબાજુ દબાણ ઝુંબેશ હાથ ધરી હતી જેમાં રસ્તા પર જ ઉભા રહેતા લારી ગલ્લાઓને કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.પરંતુ લારી ગલ્લા કબ્જે કર્યા બાદ પાલિકાના સ્થળ પર પહોંચાડી ત્યાંથી જ બારોબાર લારીધારકોને લારી આપી વ્હાલા દવાલાની નીતિ અપનાવતા લોકોમાં રોષ ભભૂક્યો હતો.
પાલનપુર શહેરમાં 26 જાન્યુઆરીએ મુખ્યમંત્રી પધારવાના હોઇ પાલિકા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઇ દેવાઇ છે જેને લઇ પાલિકાની દબાણની ટીમે શહેરના હાઇવે વિસ્તારમાં દબાણ ઝુંબેશ હાથ ધરી હતી.સોમવારે એરોમા સર્કલ નજીક આવેલા સર્કિટ હાઉસની આજુબાજુ ઉભા રહેતા લારી ગલ્લાવાળાઓ સામે કાર્યવાહી હાથ ધરતા રસ્તાની વચ્ચે અડચણરૂપ થતાં લારી ગલ્લાઓને કબ્જે કરી પાલિકાના હમીરબાગ સંપની જગ્યામાં મૂકી દેવાયા હતા પરંતુ કબ્જે કરેલા લારી ગલ્લાઓ માંથી કેટલાક ગલ્લા માલિકોને કોઈ પણ જાતની પાવતી કે દંડ વસૂલ્યા વિના જ લારી ગલ્લા સુપ્રત કર્યા હતા. જ્યારે કેટલાક લોકોને પરત ન આપી વ્હાલા દવાલાની નીતિ અપનાવતા અન્ય લોકોમાં પાલિકાના દબાણ ઝુંબેશની કામગીરી સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો.
🖊 અરૂણોદય ન્યૂઝ🖊




No comments:
Post a Comment