*વાવ તાલુકાના મોરીખા ગામના નવ વર્ષ જુના મારામારીના કેસમાં*
વાવ તાલુકાના મોરીખા ગામના નવ વર્ષ જુના મારામારીના કેસમાં વાવ કોર્ટે મુખ્ય આરોપીને ત્રણ વર્ષની તેમજ અન્ય ત્રણ આરોપીઓને એક એક વર્ષની સજા અને દરેકને એક એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
વાવ તાલુકાના મોરીખા ગામે તા 3 એપ્રિલ 2009ના રોજ બાળકો વચ્ચે થયેલ તકરારની અદાવત લાલાભાઈ માધાભાઈ પટેલના ઘરે બપોરના સમયે જઈ હેમાભાઈ માવાભાઈ પટેલ,નરસેગભાઈ હેમાભાઈ પટેલ,પરબતભાઇ હેમાભાઈ પટેલ અને હાજાભાઈ જગશીભાઈ તમામ આરોપીઓ કુહાડી.લાકડી.ધોકાઓ લઈ આવી કહેવા લાગેલ કે તમારા છોકરાએ અમારા છોકરા સાથે કેમ તકરાર કરેલ છે તેમ કહી માથાના ભાગે કુહાડી મારી અન્ય એ લાકડી ધોકા ગડદાપાટુનો માર મારી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી તેની ફરિયાદ વાવ પોલીસ મથકે નોંધાઈ હતી.
જે કેસ નવ વર્ષ બાદ વાવ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ મનુભાઈ સોલંકીએ રજૂ કરેલ પુરાવાઓ અને દલીલોને આધારે વાવના મેં.જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કલ્પેશભાઈ નાડીયા એ તકસીરવાન ઠેરવી મુખ્ય આરોપી હેમાભાઈ માવાભાઈ પટેલને ત્રણ વર્ષની કેદ નરસેગભાઈ હેમાભાઈ પટેલ,પરબતભાઇ હેમાભાઈ અને હાજાભાઈ જગશીભાઈ ત્રણેયને એક એક વર્ષની કેદ તેમજ તમામને એક એક હજાર રૂપિયા દંડ ફટકાર્યો હતો.
🖊 અરૂણોદય ન્યૂઝ🖊





No comments:
Post a Comment