WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Monday, December 10, 2018

વોટની ચોકીદારી! કૉંગ્રેસે પૂછયું- MPમાં સ્ટ્રોન્ગ રૂમની પાસે Wi-Fi એક્ટિવ કેમ?

વોટની ચોકીદારી! કૉંગ્રેસે પૂછયું- MPમાં સ્ટ્રોન્ગ રૂમની પાસે Wi-Fi એક્ટિવ કેમ?


December 10, 2018
પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે થયેલ મતની ગણતરી મંગળવારના રોજ થવાની છે પરંતુ ઇવીએમની સુરક્ષાને લઇ સતત પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. મધ્યપ્રદેશના ઇન્દોર અને બીજા કેટલાંક વિસ્તારોમાં સ્ટ્રોન્ગ રૂમના વિસ્તારમાં વાઇફાઇ ચાલી રહ્યું છે. વાત એમ છે કે ચૂંટણી પંચે સુરક્ષાના લીધે સ્ટ્રોન્ગ રૂમ અને આસપાસ વાઇફાઇ અને ઇન્ટરનેટ સર્વિસ પર પ્રતિબંધ મૂકી દીધો છે.કૉંગ્રેસના રાજ્યસભાના સભ્ય વિવેક તનખા એ ચૂંટણી પંચને ધ્યાન આકર્ષિત કરતી ટ્વીટ કરી કહ્યું કે ઇન્દોર અને બીજી કેટલીક જગ્યા પર ઇવીએમ મૂકયા છે, ત્યાં વાઇફાઇ ચાલી રહ્યું છે. તેનાથી મતગણતરીની નિષ્પક્ષતા પર ગંભીર શંકા ઉભી થઇ છે. આખરે આ સમયમાં તેની શું જરૂર છે. તેના કરતાં સરળતાથી ઇવીએમ ચિપ સુધી પહોંચી શકાય. ખૂબ જ ગંભીર મામલો.કૉંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે પણ વિવેક તન્ખાની ટવ્ટીને રિટ્વીટ કરતાં લખ્યું કે શું ચૂંટણી પંચ સ્પષ્ટતા કરશે?
બીજીબાજુ મધ્યપ્રદેશના ચૂંટણી પંચના અધિકારીએ મતગણતરીનું વેબકાસ્ટિંગ કરતા નિર્દેશ આપ્યો છે. સાથો સાથ એ નિર્દેશ રજૂ કરાયો છે કે કાઉન્ટિંગ હોલમાં સીસીટીવી કેમેરા લાગેલા છે અને મતગણતરી દરમ્યાન વાઇફાઇનો ઉપયોગ ન થાય.
ઉલ્લેખનીય છે કે થોડાંક દિવસ પહેલાં જ મધ્યપ્રદેશની એક ખાનગી હોટલમાં ઇવીએમ મશીન અને સાગર જિલ્લામાં નંબર વગની સ્કૂલ બસથી સ્ટ્રોન્ગ રૂમમાં ઇવીએમ પહોંચાડવાનો વીડિયો રજૂ કરતાં કૉંગ્રેસે આરોપ મૂકયો હતો કે ભાજપ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં જનાદેશને પલટવાની કોશિષ કરી રહ્યાં છે.
એકબાજુ કૉંગ્રેસના નેતા સતત ઇવીએમની સુરક્ષા પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છો તો બીજીબાજુ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં પાર્ટી કાર્યકર્તાઓ સ્ટ્રોન્ગ રૂમ પર 11મી ડિસેમ્બર સુધી નજર રાખવાનો નિર્દેશ આપ્યો છે.
🖊🖋 અરૂણોદય ન્યૂઝ🖊🖋

No comments:

Post a Comment

Total Pageviews