WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Monday, December 10, 2018

અકસ્માત/વડગામના તેનીવાડા-ધારેવાડા વચ્ચે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત,બે પિતરાઈ ભાઇનાં મોત

*અકસ્માત/વડગામના તેનીવાડા-ધારેવાડા વચ્ચે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત,બે પિતરાઈ ભાઇનાં મોત

*

કાર ડીવાઈડર કૂદી ટ્રક સાથે અથડાઇ કારમાં સવાર બે પિતરાઈ ભાઇનાં મોત

 *પાલનપુર* : છાપી નજીક આવેલા તેનીવાડા-ધારેવાડા ગામની વચ્ચે રવિવારે બપોરે વેગનારકારમાં સિદ્ધપુર નજીકના વરવાડા ગામમાંથી મામાના ગામમાં હવન પતાવીને વડગામ તાલુકાના ટીંબાચુડી અને નાવીસણા ગામના બે પિતરાઇ ભાઇઓ ઘરે આવી રહ્યા હતા. ત્યારે તેમની કાર અગમ્ય કારણોસર ડીવાઇડર કૂદી સામેની બાજુ જઇ ટ્રક સાથે ટકરાતા ઘટના સ્થળે બન્ને ભાઇઓના મોત થયા હતા. *સિદ્ધપુર નજીકના વરવાડા ગામે મોસાળમાં હવનમાંથી પરત જઇ રહ્યા હતા*

વડગામ તાલુકાના ટીંબાચુડીના ભરતકુમાર અંબાલાલ રાવલ (ઉં.વ. આશરે 30) અને નાવીસણા ગામના સાગરકુમાર કીર્તિલાલ જોષી (ઉં.વ. આશરે 25) બન્ને સગીમાસીના દિકરા પીતરાઇ ભાઇઓ રવિવારે મામાના ગામ સિદ્ધપુર નજીકના વરવાડામાં ચામુંડા માતાનો હવન હતો. હવન પતાવી બન્ને પિતરાઇ ભાઇઓ વેગનઆર કાર નંબર જીજે-8-બીએફ-3309 માં પરત ફરી રહ્યા હતા. ત્યારે છાપી પાસે તેનીવાડા-ધારેવાડા ગામની વચ્ચે તેમની કાર અગમ્ય કારણોસર ડિવાઇડર કુદી રસ્તાની સામેની બાજુએ આવી ગઇ હતી. જેથી પાલનપુર તરફથી જતી ટ્રક સાથે કાર ટકરાતા કારનો ભુક્કો બોલી ગયો હતો અને કારમાં બેઠેલા બન્ને પિતરાઇ ભાઇઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકત્રિત થઇ ગયા હતા. બન્ને પિતરાઇ ભાઇઓની લાશને પાલનપુર સિવિલમાં પીએમ અર્થે લાવવામાં આવી હતી. મોતના સમાચારને લઇને તમામ સગાં-સબંધીઓ સિવિલમાં દોડી આવ્યા હતા. જેમાં આ યુવકોના પરિવારજનોએ આક્રંદ મચાવતાં વાતાવરણ ગમગીન બન્યું હતું.
🖊🖋 *અરૂણોદય ન્યૂઝ* 🖊🖋

No comments:

Post a Comment

Total Pageviews