WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Friday, January 4, 2019

CM રૂપાણીનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન



વિજય રૂપાણીનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન, પોલીસ વિભાગને આડકતરી રીતે ભ્રષ્ટ ગણાવ્યો

પોરબંદરથી રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાની 11મી શ્રેણીનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો હતો. આ તબક્કે મુખ્યમંત્રીએ આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસના રાજમાં ગરીબોની યોજનામાં વચેટિયા પ્રથા હતી, અમે ગરીબોના ઉત્થાન માટે વચેટિયાને નાબૂદ કર્યા છે. આ વર્ષના ગરીબ કલ્યાણ મેળામાં ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસના કનેકસન મેળવેલી 2 લાખ જેટલી બહેનોને સ્ટેઇનલેસ સ્ટીલના 5 લીટરના પ્રેશર કૂકર આપીને સમયની બચત અને પૌષ્ટિક ખોરાક રાંધવાની તક આપી છે તેમ પણ જાહેર કર્યુ હતુ.
આ દરમિયાન CM રૂપાણીનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન પણ આપ્યું હતું. CMએ પોલીસ વિભાગને આડકતરી રીતે ભ્રષ્ટ ગણાવ્યો હતો. અને કહ્યું હતું કે, ‘હવે તમારે પોલીસને પૈસા દેવા નહીં પડે. મારી સરકારે હોટેલ સંચાલકોને લાઈસન્સમાંથી મુક્તિ આપી છે’. તમને જણાવી દઇએ કે, અગાઉ મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચારનું નિવેદન વિજય રૂપાણીએ આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પોરબંદરમાં મુખ્યમંત્રીએ રાજ્યના 1600 કી.મી. લાંબા દરીયા કિનારે રહેલી વિશાળ જળ રાશિનો પીવાના પાણી તરીકે ઉપયોગ કરવા રાજ્યમાં 10 જેટલા ડીસેલીનેશન પ્લાન્ટ બનાવવાના સેવા અભિગમની ભૂમિકા આપી હતી. આવો જ ડીસેલીનેશન પ્લાન્ટ પોરબંદર ખાતે દૈનિક 20 એમ.એલ.ડી. ક્ષમતા સાથે શરૂ કરવાની નેમ પણ તેમણે દર્શાવી હતી.
🖊 અરૂણોદય ન્યૂઝ🖊 ફરીદ ખાન ચૌહાણ🖊

No comments:

Post a Comment

Total Pageviews