WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Wednesday, January 2, 2019

સુસાઇડ કરનાર ગોલ્ડમેડાલિસ્ટ PSIની પત્નીએ પોલીસ સમક્ષ આપેલું સ્ફોટક નિવેદન

અરૂણોદય ન્યૂઝ
 ..
                     ..

*DySP એન.પી પટેલ PSI રાઠોડને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા દેવા દબાણ કરતા હતા*

PSIનો મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો ઈન્કાર

આત્મહત્યાના બીજા દિવસે પણ કોઈ ફરિયાદ ન નોંધાઈ
*દેવેન્દ્રસિંહની પત્નીને 50 લાખની સહાયની માગણી
*સુસાઇડ કરનાર ગોલ્ડમેડાલિસ્ટ PSIની પત્નીએ પોલીસ સમક્ષ આપેલું સ્ફોટક નિવેદન
અમદાવાદ: કરાઈ પોલીસ એકેડમીના ડીવાયએસપી એન.પી. પટેલના ત્રાસથી આત્મહત્યા કરનારા પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડની પત્ની ડિમ્પલ રાઠોડે મંગળવારે ગંભીર આક્ષેપો કરતા કહ્યું હતું કે, ડીવાયએસપી એન.પી. પટેલ મારા પતિને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા દેવા માટે દબાણ કરતા હતા. મારા પતિ તેમની માગણીઓ સામે ન ઝૂકતા તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.
આ દરમિયાન પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડે આત્મહત્યા કરતા પહેલા લખેલી ચિઠ્ઠીથી પોલીસે દેવેન્દ્રસિંહના પરિવારના સભ્યોને બિલકુલ અજાણ રાખ્યા હોવાનો ગંભીર આક્ષેપ દેવેન્દ્રસિંહના પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવ્યો છે, જેના કારણે દેવેન્દ્રસિંહના પરિવારના સભ્યો તેમજ સ્નેહીજનોમાં ભારે રોષ ફેલાયો છે. આટલું જ નહીં દેવેન્દ્રસિંહે કરાઈ ટ્રેનિંગ સ્કૂલના ડીવાયએસપી એન.પી.પટેલના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું ચિઠ્ઠીમાં લખાણ લખ્યું હતું.
આથી દેવેન્દ્રસિંહની ચિઠ્ઠીને જ તેનું મરણોન્મુખ નિવેદન ગણીને ડીવાયએસપી એન.પી.પટેલ સામે ગુનો નોંધવાની માગણી કરી છે. જોકે એન.પી.પટેલને બચાવવા જાણે આખું પોલીસ ડિપાર્ટમેન્ટ ઊતરી આવ્યું હોય તેમ પોલીસ એન.પી.પટેલ સામે ગુનો નોંધવા ધરાર તૈયાર જ નથી.દેવેન્દ્રસિંહના ભાઈ હેમેન્દ્રસિંહે કહ્યું હતું કે, જ્યાં સુધી એન.પી.પટેલ સામે ગુનો નહિ નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારાશે નહિ. આથી મંગળવારે દેવેન્દ્રસિંહનો મૃતદેહ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં જ રખાયો હતો.ઉલ્લેખનયિ છે કે DySP એન.પી. પટેલે કહ્યું હતું કે, દેવેન્દ્રસિંહ સામે શિક્ષણાત્મક પગલા લેવાયા હતા, જે પોલીસની ટ્રેનિંગનો એક ભાગ છે. આવી તાલીમ લેતા બીજા કોઇએ આ‌વી ફરિયાદ કરી નથી.
DySP અપમાનિત કરવા ઉપરાંત નોકરી ખાઈ જઈશ એમ કહેતા હતા
દેવેન્દ્રસિંહ રાઠોરની પત્ની ડિમ્પલે સોલા પોલીસ સમક્ષ નિવેદન નોંધાવી એન.પી.પટેલ સજાતીય સંબંધ માટે દબાણ કરતા હોવાના ચોંકાવનારાં આરોપો કર્યા હતા. ડિમ્પલે કહ્યું હતું કે, મારા પતિ ઘણા સમયથી સ્ટ્રેસમાં હતા, મેં જ્યારે દીકરાની કસમ ખવડાવી ત્યારે તેમણે મને બધી હકીકતો કહી હતી. મૃતક પીએસઆઈની પત્નીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ડીવાયએસપી પટેલ તેમના પતિને અપમાનિત કરતા હતા અને ‘તારો પગાર ખાઈ જઈશ, તારી નોકરી ખાઈ જઈશ’ એવી ધમકી પણ આપતા હતા. જો ડીવાયએસપી સામે કાર્યવાહી ન કરાય તો તેમણે આત્મવિલોપન કરવાની ધમકી ઉચ્ચારી હતી. ડિમ્પલે એવો પણ આક્ષેપ મૂક્યો છે કે કરાઈ એકેડમીમાં મહિલાઓ સાથે પણ એન.પી. પટેલ દુરવ્યવહાર કરતા હતા. તેમણે કહ્યું કે, આ નિવેદન તેઓ માત્ર પોલીસ સમક્ષ નહીં પરંતુ CM સમક્ષ આપવા પણ તૈયાર છે.
મારા પુત્રને ત્રાસ આપનારને સસ્પેન્ડ કરો: દેવેન્દ્રના પિતા
પીએસઆઈ દેવેન્દ્ર રાઠોડના પિતા સત્યેન્દ્ર ઠાકુર વકીલો સાથે મંગળવારે પોલીસ કમિશનરને મળ્યા હતા. તેમણે કમિશનરને રજૂઆત કરતાં કહ્યું હતું કે, ડીવાયએસપી એન.પી. પટેલે મારા પુત્રને અસહ્ય ત્રાસ આપ્યો હતો. તેથી જ મારા પુત્રએ આત્મહત્યા કરી. એટલે એન.પી.પટેલને તાત્કાલિક સસ્પેન્ડ કરો તેવી અમારી માગ છે. જ્યારે કમિશનરે યોગ્ય દિશામાં તપાસ થશે તેવી દેવેન્દ્રસિંહના પિતાને આશ્વાસન આપ્યું હતું.
સુસાઇડ નોટની ચકાસણી પછી ગુનો નોંધવાનો નિર્ણય લઈશું
દેવેન્દ્રસિંહની ચિઠ્ઠીમાં કરાઇ એકેડેમીના DySP એન.પી.પટેલ સામે ત્રાસનો આક્ષેપ કરાયો છે. જેની તપાસ શરૂ કરી છે. જેના ભાગ રૂપે દેવેન્દ્રસિંહ સાથે તાલીમ લઇ રહેલા અન્ય PSI ના નિવેદન લેવાનું શરૂ કર્યું છે. જ્યારે દેવેન્દ્રસિંહની ચિઠ્ઠીનું હસ્તાક્ષર નિષ્ણાત મારફતે ચકાસણી કર્યા બાદ લાગશે તો જ ગુનો નોંધીશું. -ડી.એચ.ગઢવી, પીઆઈ, સોલા

🖊અરૂણોદય ન્યૂઝ🖊 ફરીદ ખાન ચૌહાણ🖊

No comments:

Post a Comment

Total Pageviews